________________
-
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજાએ સાર્થવાહને સર્વે હકીકત સમજાવી શ્રી જયરાજાને જણાવવાનું કહીને માન સન્માન સહિત ચંપાનગરી તરફ રવાને કર્યો.
મંત્રી, સામંત, સેનાપતિ આદિ રાજપુરૂ અને પ્રજા સમક્ષ કુસુમાયુધને રાજ્યાભિષેક કરી અને બાંધવોએ દીક્ષા ગ્રહણ કરી.
૩
શિવવર્ધનપુરમાં રાજા કુસુમાયુધ પૂર્વભવના પુણ્યોદયથી મંત્રી, સામંત અને સેનાધિપતિના પ્રતાપે અખંડિત શાસનવાળે થયો એકદા બાળરાજા કુસુમાયુધ રાજસભામાં બેઠેલ હતો, મંત્રીએ આદિ રાજપુરૂ રાજસભામાં બેઠા બેઠા બુદ્ધિ પ્રતાપથી રાજ્યશાસન સ્થિર કરી રહ્યા હતા, તે સમયે અવંતિ દેશના રાજા રાજશેખરને દૂત રાજસભામાં હાજર થઈ કુસુમાયુધને કહેવા લાગે. - “હે રાજન! મારા સ્વામી અવંતીરાજ રાજશેખર તેમણે મને શ્રીમુખે તમને કહાવ્યું છે કે હાથી, ઘોડા રથાદિક સમૃદ્ધિ અને સમર્પણ કરી તમે મારી તરફ ભક્તિભાવ બતાવે, કારણ કે મારે આશ્રય કરવાથી અન્ય કે રાજાઓ તમને હેરાન કરશે નહિ ને સુખેથી તમે રાજ્ય કરશે.'
દૂતનાં વચન સાંભળી મુખ્ય મહામંત્રી શાલ બોલ્યા “અરે વાચાળ! તું જેમ તેમ શું બાકી રહ્યો છે પણ બાલ સ્વભાવી કુસુમાયુધ સેવા કરવાનું જ જાણતો નથી, • હય, ગજ, રથાદિક સાથે કીડા કરવાની ઈચ્છાવાળે આ રાજા તને ગજાદિક શી રીતે મોકલી શકે ? છતાં તમારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com