________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૪૫
પાસે ધર્મ સાંભળી દીક્ષા લેવાને તૈયારી કરી રહ્યો હતો. રાજાને લઘુ બાંધવ યુવરાજ પુરદર પણ રાજ્યને નહિ ઇચ્છત વડીલબંધુ સાથે દીક્ષા લેવા તૈયાર થયે હેવાથી રાજ્ય કેને અર્પણ કરવું તે માટે બધા રાજપુરૂષો વિચારમાં પડી ગયા હતા
રાજાએ કંઈક નિશ્ચય કરી પંચદિવ્ય કર્યા, મંત્રી આદિ પરિવાર સહિત રાજા પંચદિવ્યની પાછળ ચાલે. એ પંચદિવ્ય નગરીમાં ભમીને ઉદ્યાનમાં જ્યાં સાર્થવાહને પડાવ હતા ત્યાં આવ્યાં, બાળક કુસુમાયુધ જ્યાં રમત કરી રહ્યો હતો ત્યાં આવી સ્થિર થઈ ગયાં, ગજરાજે કલશનું જળ એ બાળકુમાર ઉપર નામી કુમારને પોતાની સંઢ વડે ઉચકી સ્કંધ ઉપર મુકી દીધો. પછીતો રાજા અને યુવરાજ એની માતા સહિત બાલકુમારને મહોત્સવ પૂર્વક નગરમાં લાવ્યા
રાજમંદિરમાં કુમારને ઉચ્ચ પદે સ્થાપન કરી એ બને બાંધવો પ્રિયમતીને કહેવા લાગ્યા, “હે માતા ! તમે આ રાજ્યને ગ્રહણ કરે કે તમારી સહાયથી અમે દીક્ષા ગ્રહણ કરીએ..
એ અવસરે સાર્થવાહે આવી રાજાને અરજ કરી “હે મહારાજ ! અંગદેશના અધિપતિ શ્રી જય રાજાના આ પદદેવી, મારે ચંપામાં જઈને મહારાજને સોંપવા એવી મને ભલામણ છે તે આપ એમને મુક્ત કરે છે રાજન્ ! કલિંગાધિપતિની રાજકુમારી પ્રિયપતીને પણ શું આપ જાણતા નથી?
સાર્થવાહની વાણી સાંભળી અને રાજપુર-બાંધવો, પ્રિયમતીના ચરણમાં પડી બોલ્યા. ત્યારે તમે તે અમારાં રાશી થાઓ. . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com