________________
R
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હે સુક્ષુ! રડીશ નહિ, આ દુ:ખ પૂર્ણ સંસારમાં ડગલે ને પગલે મનુષ્યને દુ:ખ જ પ્રાપ્ત થાય છે. માટે એમાંથી છુટવા તુ એક ધમનું જ આરાધન કર ધર્મ કરવાથી દુઃખમાં પણ પ્રાણીને શાંતિ વળે છે-દુ:ખને નાશ થાય છે. રેગીને ઔષધની માફક દુ:ખીને ધર્મ એ પરમ ઔષધરૂપ છે.
જીનસુંદરી આશ્વાસન આપી રાણીને પોતાને ઘેર તેડી લાવી, તેના માતાપિતાને આ દુ:ખી સ્ત્રીએ બધી વાત કહી સંભળાવવાથી જીનસુંદરીના માતા પિતાએ તેણીને પોતાની પુત્રીની માફક રાખી
અનુક્રમે શુભ દિને રાણીને પુત્રને પ્રસવ થા. એ રાજપુત્રને નિરખી પ્રસન્ન થયેલા ધનંજય શ્રેષ્ઠીએ રાજાને પ્રસન્ન કરી કેદીઓને છોડાવ્યા તેમજ મો જન્મમહોત્સવ કર્યો. પુત્રનું નામ કુસુમાયુધ રાખ્યું. બાલકુસુમાયુધ એ ધનંજય શ્રેણીના ઘેર વૃદ્ધિ પામતો અનુક્રમે બે વર્ષને થયો,
તે સમયે એ શ્રીપુરનગરને વાસવદત્ત નામે સાર્થવાહ ચંપાનગરી તરફ જવાને તૈયાર થયે, એ વાત જાણીને ધનંજય શ્રેષ્ટીએ સાર્થવાહને પોતાની પાસે બોલાવી સર્વે હકીકત સમજાવી, પ્રિયમતીને પુત્ર સહિત વસ્ત્રાભરણથી સત્કાર કરી વાહન તથા માણસને બંદોબસ્ત કરી તેના સાથે ચંપા તરફ રવાને કરી.
વાસવદત્ત સાર્થવાહ શ્રીપુરથી પ્રયાણ કરતે અનુક્રમે શિવવર્ધનપુર નગરમાં આવ્યો અને નગરના ઉદ્યાનમાં પડાવ નાખે, સાર્થવાહની સાથે આવેલી પ્રિયમતીએ પણ ત્યાં જ આમ્ર વૃક્ષની નીચે મુકામ કર્યો
એ સમયે શિવવર્ધનનગર શ્રી સુંદર રાજા ગુરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com