________________
એકવીશ ભવને સ્નેહસંબંધ - કપાયમાન થયેલી દેવી બળવાન અને પુણ્યવાન રાજાનું બીજુ તે શું અપ્રિય કરી શકે? પણ વનદેવીએ મધ્યરાત્રીને સમયે પટ્ટદેવીનું નિદ્રાવસ્થામાં હરણ કરી તેને ઘર અરણ્યમાં છોડી દીધી.
પ્રાત:કાળે રાજા નગરમાં આવ્યો. રાજમહેલમાં પ્રવેશ કરી રાજા પટ્ટદેવીના વાસભુવનમાં આવ્યો તે પહદેવી - હાવ ભાવ કરતી રાજાની પાસે આવી કામ વિકારમય ચેષ્ટા કરવા લાગી. એની આ ચેષ્ટા જોઈ રાજા તાજુબ થઈ ગયે, “આ પદવી ન હય, નક્કી પેલી વ્યરીની આ માયા છે હજી પણ તે મારે પીછો છોડતી નથી.” - ક્રોધાયમાન રાજાએ મુષ્ટિને પ્રહાર કરી તેના કેશ ખેંચીને વાસભુવનમાંથી બહાર ખેંચી કાઢી, કાળથી • ભ્રષ્ટ થયેલી મૃગલીની માફક દેવી-પદવી થયેલી તેણી અદશ્ય થઈ ગઈ
રાજાએ પદવીની શોધાશોધ કરી પણ કયાંય પત્તો લાગે નહી, જંગલમાં, વનમાં, ઉપવનમાં ઘોડેશ્વારે તીરની માફક વછુટયા. ચારેકેર શોધખોળ થઈ પણ ક્યાંય પદવીને પત્તો લાગે નહિ, નિરાશ થયેલો રાજા દેવીનું એ કૃત્ય જાણી ધીરજ ધારણ કરી રહ્યો.
સંસારનું સ્વરૂપ ચિંતવતે રાજા સાવધાનપણે બ્રહ્મચર્યને પાળતે મનમાં વિચાર કરવા લાગ્યો “અરે, પુત્ર સહિત કુશળક્ષેત્રે હું દેવીને જઇશ કે તુરતજ હું તે પછી આ અસાર સંસારનો ત્યાગ કરી સંયમ આદરીશ એ દુષ્ટા વનદેવીએ હરણ કરી મારી પ્રિયાને એણે ગમે ત્યાં મુકી હોય ત્યાં એ ધર્મ પ્રસાચે ગર્ભસહિત કુશલ રહે”
શોકથી આકુળ વ્યાકુળ રાજા ભોજનને પણ ત્યાગ કરીને રાજકાર્યથી પરાડભુખ થઈ ગયો ત્યારે મંત્રીઓએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com