________________
૪૪૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજાને ખુબ સમજાવ્યું. મંત્રીઓએ નિમિત્ત જાણનારને રાજા સમક્ષ હાજર કરી પટ્ટદેવીને વૃત્તાંત પૂછયો. પ્રશ્ન લગ્ન અને નિમિત્ત જોઈ નિમિત્તા પણ બોલ્યો, “દેવ! આપનાં પદેવી પુત્ર સહિત આપને કાલાંતરે મેલશે, માટે આપ ચિંતા કરશે નહિ.”
નિમિત્તકના વચનથી શાંત થયેલો રાજા ભેજન કરી દેહને ટકાવતે સમય નિર્ગમન કરવા લાગ્યો,
કુસુમાયુધ ભયંકર અટવીમાં સાવધ થયેલી પટ્ટદેવી પ્રિયમતીએ શું જોયુ? ચારેકેર ઘોર જંગલ જોઈ એના હૈયામાં ધ્રાસ્કો પડે. “અરે! આ શું ! આ તે ઇંદ્રજાળ છે કે ભ્રમણા! મારું વાસભુવન ક્યાં ને આ ઘોર જંગલ કયાં ! રાણી વિલાપ કરવા લાગી. “અરે! શુ વિના અપરાધે રાજાએ મારે ત્યાગ કર્યો! આ ઘોર જંગલમાં મારું શું થશે! નક્કી પરભવનાં મારાં પાપ ઉદય આવ્યાં, કે આ દારૂણ દુ:ખ મને પ્રાપ્ત થયું.”
પટ્ટદેવી વિલાપ કરતી ને શ્વાયદાદિથી ભય પામેલી મનમાં “નમો અરિહંતાણુંને જાપ જપતી મહાકષ્ટ ઉભી થઈ ચારે તરફ અરણ્યની ભયંકરતા જોતી “હવે ક્યાં જાઉ ! વિચાર કરતી પદવી દક્ષિણ દિશામાં ચાલી, સિંહ, વ્યા અને શિયાળવાના શબ્દથી ભયભીત થયેલી રાણીના ચરણ ઉન્માર્ગ ગમન કરવાથી કાંટા કાંકરા વગેરેથી વધાવા લાગ્યા. કષ્ટના આદેશથી મૂછિત થઈ જતી પટ્ટદેવી વનના શીતલ વાયુથી સાવધ થઈ, વળી દુઃખેદુ:ખે માર્ગ કાપતી આગળ ચાલી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com