________________
૪૪૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
તમારે મનેાહર અને રાજ્યભાર ઉપાડવાને સમ પુત્ર થશે.”
રાજાના શબ્દ સાંભળી પ્રસન્ન થયેલી રાણી ગર્ભનું સારી રીતે પાષણ કરવા લાગી, પટ્ટદેવીને જે જે દાઉદ થયા તે રાજાએ પૂર્ણ કર્યાં.
અન્યદા ગ્રીષ્મ ઋતુના કલેશકારી દિવસે આવી પહેોંચ્યા. એ ગ્રીષ્મ રૂતુના એક દિવસે આત્માને શાંતિ આપવા રાજા પટ્ટરાણી સાથે સ રૂતુ ફલદાચી ઉદ્યાનમાં ગયા. કપૂર અગરૂ, કસ્તુરી મિશ્રિત શીતલ વાવનાજળમાં ક્રીડા કરી દ્રાક્ષના માંડવામાં પરિશ્રમ ઉતારતા બેઠા. તે પછી હાથમાં વીણાને વગાડતા કિન્નરાના મનને માહ પમાડે તેવાં એક પછી એક મનેાહર ગીત શરૂ કર્યાં, પટ્ટઢવીના આનંદને માટે રાજા શું શું કરતા નહિ ?
સ્વરૂપવાન, ગુણવાન અને શુરવીર રાજા શ્રીજયના ગુણાથી પ્રસન્ન થયેલી વનદેવી એની સાથે રમવા મના હર રમણીનું સ્વરૂપ કરી રાજા આગળ પ્રગટ થઇ. હાવ, ભાવ અને ચારૂ વચનવર્ડ રાજાની પ્રાર્થના કરી. પરસ્ત્રીના નિયમવાળા રાજાએ એના તિરસ્કાર કરી એની નિ સના કરી. રાજાને સમજાવતાં તે શ્રી ખેાલી. હું સ્વામિન ! હું પરસ્ત્રી નહિ પણ તમારા ગુણેાથી અનુરક્ત થયેલી વનદેવી છું, તા મારી ઉપર પ્રસન્ન થઈ અને અંગીકાર કરો. પટ્ટરાણી પ્રિયમતીને સમજાવી મે’ નગરમાં માકલી દીધી છે. રાજન ! કેવી રૂપાળી એકાંત શાંતિ છે ?”
રે દુષ્ટ ! નિજે ! પાપિનિ ! તું મુરજાતિને પણ લજ્જવનારી છે. ધિક્ છે તારી જાતને ! દૂર થાય છે કે નહિ મારી નજર આગળથી ? રાજાના રાષ જાણી દેવી અત્યારે તા અદૃશ્ય થઈ ગઈ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com