________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૩૭
જણાવનારા પણ એ જ્ઞાની ગુરૂઓ પોતે જ છે. તેમની વિરાધના લેશ પણ ન થઈ શકે” ગુણધર મુનિએ એ પ્રમાણે કહી પોતાની દેશના સમાપ્ત કરી.
તે પછી પુરૂષોત્તમ રાજાએ પોતાના પુત્ર પુરૂષચંદ્ર કમારને રાજ્યપદે સ્થાપન કરી કપિંજલ વગેરેની સાથે મહામહોત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી,
દિગયાત્રા કરવા નિકળેલા કનકધ્વજ નરપતિ પિતાના બંધુ જયસુંદર વગેરે પરિવાર સાથે ગુણધર સૂરીશ્વરની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા ને જયસુંદરને રાજ્યપદે સ્થાપન કરી દીક્ષા લેવાને તેમને મનોરથ થયો. જેથી તેમણે ગુરૂને વિનંતિ કરી. “ભગવાન ! હું પણ મારા લધુ બાંધવ જયસુંદરને રાજ્ય આપી આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ.” - બાળકે રચેલા ધુલીગ્રહને ડીવાર રમીને પછી તે તેને ત્યાગ કરી દે છે તેમ તમારા જેવા ઉત્તમ નરને મુકિતની વરમાળ માટે પ્રયત્ન કરવા યોગ્ય છે. માટે તમારે હવે ક્ષણભર પણ પતિબંધ ન કરે. ગુરૂનું વચન સાંભળી રાજાએ પોતાના લધુ બાંધવ જયસુંદરને રાજ્ય ગ્રહણ કરવા કહ્યું “હે વત્સ! તું રાજ્ય ગ્રહણ કર, જેથી હુ સંયમને આદરું.
રાજાની વાણી સાંભળી ગદગદિત સ્વરે જયસુંદર બેલ્યો “હે નરેશ્વર! પોતાના પ્રિય જનને કેદખાનામાં ઝીકી પલાયન કરી જવું એ ઉત્તમ નરની રીતિ ન કહેવાય. ગુરૂની વાણીથી વૈરાગ્યવંત હું પણ આપની સાથે દીક્ષા ગ્રહણ કરીશ.” જયસુંદરને દીક્ષાને નિશ્ચય જાણી કનકવજ રાજાએ પોતાની છાવણીમાં સામંત, મંત્રી, સેનાપતિ આદિ સર્વની સમક્ષ કુમાર કનકકેતુને રાજ્યાભિષેક કરી દીધો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com