________________
-
એક્વશ ભવને નેહસંબંધ
૪૩૫
કનકધ્વજ રાજાની દીક્ષા. ગુણધર મુનીએ કેશવની કર્મકથા કહી સંભળાવી, જેથી પુરૂષોત્તમ રાજાને જાતિસ્મરણ જ્ઞાન થવાથી એણે પિતાને પૂર્વ ભવ જોયે. ગુરૂને કહેવા પ્રમાણે પિતાને ભવ જાણું ગુરૂને નમી બોલે, “હે ભગવન ! ભવાંતરની જેમ આ ભવમાં પણ અમને બોધ કરવાને આપ પધાર્યા એ અમારાં અહોભાગ્ય છે. સંસારથી વિરકત થયેલ હું હવે આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ
રાજ પુરોહિત કપિંજલ પણ જાતિ સ્મરણથી પિતાને ભવ જાણી ગુરૂને નમી બોલે “ભગવન! પણ દુનીતિનું ફલ જોયું છે. તો સંસારથી ભય પામેલા મને દીક્ષા આપી મારો ઉદ્ધાર કરે.”
કપિંજલની વાણિ સાંભળી રાજાએ ગુરૂને પૂછયું, “ભગવન! કપિંજલે દુનયનું ફલ શી રીતે ભેગવ્યું તે કહે. »
“રાજન ! કપિંજલને પૂર્વભવ સાંભળ. વસંતપુર નગરમાં તું જ્યારે રાજા હતા ત્યારે શિવદેવ નામે આ શ્રાવક હતો, તે અણુવ્રતને ધારણ કરનારે ને સામાયિક પૌષધમાં પ્રીતિવાળો, બ્રહ્મચારી હતે સાધુઓની વૈયાવચ્ચ કરનાર હોવા છતાં મેહને એની મતિ ફેરવી નાંખી જેથી સમકિતને વમી તે પણ સાધુઓની નિંદા કરવા લાગે, ગુરૂને વંદન કરવાનું તેમજ તેમને આહારપાણી . આપવાનું છોડી દીધું. વૈયાવચ્ચ કરવા અથવા દર્શન કરવા પણ તે ગુરૂ પાસે જતો નહિ, બલકે મેહનની જેમ સાધુઓની નિંદા કરતા ને તેમની આજ્ઞાની વિરાધના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com