________________
૪૩૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જેથી આ ભવારણ્યમાં તે ઘણે કાળ ભમશે, દુ:ખ દારિદ્રય દૌર્ભાગ્ય, રેગ, શાક અને સંતાપથી પરાભવ પામી અનેક દુ:ખ ભોગવશે, જન્મ, જરા અને મરણના અનેક કલેશને સહન કરશે, પણ તું તો ચારિત્ર અંગીકાર કરી છે ભાગ્યવાન ! ભવસાગર તરી જા,
સુધર્મ ગુરૂની વાણી સાંભળી ગુણધર સંસારથી ભય પામતે બોલ્યો “હે ભગવન! સમુદ્રમાં પડેલ સુમિત્ર હાલ કયાં છે તે કહે. »
“સમુદ્રના જલમાં તરફડતાં તેને મોટા જલચર વોએ ફાડી ખાધે, ત્યાંથી મૃત્યુ પામી સાકેતપુર નગરના દરિદ્ર બ્રાહ્મણની દુર્ગના નામે ચીથી પુત્રપણે ઉત્પન્ન થયો. એક વર્ષ પછી મહાદુખે એ બ્રાહ્મણુએ પુત્રને જન્મ આ પૂર્વના પાપકર્મથી જન્મ થતાં તે અંધ થયે, તેના માતા પિતાએ કેશવ નામ રાખ્યું. શ્વાસ, કાસ કંડ ચક્ષ આદિ અનેક રોગથી યુકત કેશવ માતા પિતાને પણ ઉદ્વેગ કરનારે થયે છતાં તે વૃદ્ધિ પામે છે.”
સુમિત્રની ભવ પરંપરાથી ઉદ્વેગ પામેલા ગુણધરે માતાપિતાની રજા લઈ દીક્ષા ગ્રહણ કરી. સમગ્ર શાસ્ત્રના અધિષ્ઠાતા થઈને તે અનુક્રમે સૂરિ પદના ધારક થયા, એવા તે ગુણધર મુની રૂડી રીતે ચારિત્રને પાલતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા, તે જ હું વિહાર કરતા કરતા હાલ તમને પ્રતિબોધવાને અહીંયાં આવેલો છું. વીરાંગ રાજા ચારિત્રને પ્રભાવે સાતમા સ્વર્ગે ગયેલા ત્યાંથી આવી આ સાકેતપુર નગરમાં તમે પુરૂષોત્તમ રાજા થયા છે તે હે રાજન! તમારે પણ હવે આરાધન કરવું તે જ યોગ્ય છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com