________________
४२०
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
-
-
આટલી બધી વ્યાખ્યા કરે છે? વસ્તુત: તે કેઈપણ રીતે જીવ દેખાતું નથી. શંખ શબ્દની માફક સંભળાતો નથી. રસ વડે કરીને પણ જણાતું નથી. એવી રીતે કઈ પણ પ્રમાણ વડે આત્માની સિદ્ધિ થતી નથી માટે વાસ્તુત જીવ જ નથી. પાંચ ભૂતથી ઉત્પન્ન થયેલી શક્તિનેજ વિદ્વાને જીવ એવું ઉપનામ આપે છે. ગુડાદિક દ્રવ્યથી જેમ મદ શક્તિ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે મનુષ્ય અને તિર્યંચમાં જેને તમે જીવ કહે છે તે માત્ર પંચભૂતનું જ પરિણામ છે બીજુ નહિ.” એ પિતાને વિદ્વાન મનાવતા કપિંજલે પોતાના જ્ઞાનને ઘડે ઠાલવી દીધો,
નાસ્તિક બ્રાહ્મણ કપિંજલની વાણી સાંભળી જ્ઞાની ગુરૂ બોલ્યા, “હે ભદ્ર! છદ્મસ્થ જી અરૂપી જીવને દેખી શકતા નથી. છતાં શાને કરી ભવનું સ્વરૂપ સમજી શકાય છે. તલમાં તેલ, પુષ્પમાં સુગંધ, કાષ્ટ્રમાં અગ્નિ, દેખાતી નથી છતાં જાણી શકાય છે તેમ શરીરમાં રહેલો આત્મા પણ જાણી શકાય છે, છતાં કેવલજ્ઞાનથી જ તે પ્રત્યક્ષ સિદ્ધ છે.
હે કપિંજલ! તું જે પંચ ભૂતની વાત કરે છે તે બરાબર નથી. કેમકે એ પંચભૂતને તું સચેતન માને છે કે અચેતન? જે સચેતન માનીશ તે સિદ્ધ, એકેબિયાદિ બધા, છવ છે એ સિદ્ધ થયું. જે અચેતન માનીશ તો અચંતન એવા એ પંચભૂત સમુદાયમાં પણ ચેતન શક્તિ શી રીતે પ્રગટ થશે? જે વસ્તુ એકમાં નથી તે સમુદાયમાં પણ રેતીના સમુહની માફક ન સંભવે. કારણકે રેતીના એક કણમાં જેમ તેલ નથી તેમ સમુદાયમાં પણ નથી.”
ઇત્યાદિક અનેક યુક્તિઓ વડે સૂરીશ્વરે કપિંજલને નિરજર કરી દીધે ત્યારે પોતાને કંઈપણ યુક્તિ ન આવડવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com