________________
:
-
એકવીશ ભવને નેહસંબંધ
સાકેતપુરમાં “હે ભવ્ય! મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, દીર્ઘ આયુષ્યને ધર્મસામગ્રી એ બધુ પામીને સર્વશક્તિથી તમે ધર્મને વિશે ઉદ્યમ કરે કે જેથી એ બધી સામગ્રી વૃથા ન થાય, વધવૃક્ષને પુષ્પ દુર્લભ હોય છે, સ્વાતિનાં જળ તેથીય દુર્લભ હોય છે, દેવદર્શન પણ દુર્લભ હોય છે, તેથી મનુષ્ય જન્મ પણ પ્રાપ્ત થવો દુર્લભ છે, એવો દુર્લભ માનવભવ મોટા પુણ્યથી તમે પ્રાપ્ત કરી પ્રમાદના વશમાં પડી ધર્મકર્મ ભૂલી હારી જશે નહિ, ભાગ્યયોગે પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને કાગડાને ઉડાડવા ફે કે તે કે કહેવાય આ માણસ પૂણ્યથી અનેક રો મેળવી શકે છે. વૈભવ, અધર્ય, ઠકુરાઈ દ્ધિ, સમૃદ્ધિ, સુખ, સાહેબી મેળવી શકે છેછતાં ગયેલી મનુષ્યાયની ક્ષણ કેટી રને આપવા છતાં મેળવી શકતો નથી, તો એવું દુર્લભ મનુષ્યભવનું આયુ પ્રમાદના વશમાં પડી શા માટે હારી જવું? ન ધર્મના અથી મનુષ્યને તે ગુરૂજનની પૂજા, દયા, દાન, જપ, તપ, તીર્થયાત્રા, શાસશ્રવણ અને પરોપકાર એ આઠે કૃત્ય મનુષ્ય જન્મના ફળ સમાન અહોનિશ કરવા યોગ્ય છે કારણકે આ જગતમાં મોહધેલા માનવને ઘડી પછી શું થવાનું છે તેની કાંઈ ખબર પડતી નથી.”
ધર્મ દેશના સમાપ્ત થતાં પુરૂષોત્તમ રાજાના પુરોહિત કપિંજલે ગુરૂને પૂછયું, “હે સૂરીશ્વ! જીવને સદ્દભાવ હેય તે તમે કહે છે તે બધી વાત સત્ય કહેવાય. જતાં કે આવતાં જીવને કેઈએ જે છે કે તમે તેના સર્ભાવ માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com