________________
૪૧૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કર્યો. નવા રાજાએ દીક્ષા મહોત્સવ કર્યો અને રાજાએ અનેક સામંત અમાત્યની સાથે ચારિત્ર અંગિકાર કર્યું
નવા રાજા કનકધ્વજ અને યુવરાજ ન્યાયથી રાજ્યનું પાલન કરતા તેમજ પિતાની દીક્ષાનું મનમાં સ્મરણ કરતા તેઓ રાજ્ય ભાગોમાં પણ આસક્તિ રહિત હતા, અનેક વિદ્યાધર અને કિન્નરની કન્યાઓની પ્રીતિવાળા, ભરતાધના રાજાઓથી પૂજાતા, ગજ, અશ્વ, રથ અને મણિ, માણેક તેમજ રનની વિપુલ સમૃદ્ધિ હોવા છતાં ગર્વ હિત અને ગુરૂના સમાગમની ઇચ્છા કરતા તેઓને મોહરૂપી પિશાચ પિતાના પંજામાં સપડાવી શકતો નહિ,
સમ્યકત્વગુણે કરીને શેભતા તેઓ જીનેશ્વરના ધર્મનું આરાધન કરતા હતા. જૈનધર્મની પ્રભાવના વધારતા તેમણે દિશ યાત્રા શરૂ કરી. પૂર્વ પુરૂએ બંધાવેલાં જીનમંદિરાને વંદના કરતા, જીણમંદિરોને પુનરૂદ્ધાર કરવા લાગ્યા, જીનેશ્વરના ધર્મની હીલના કરનારાઓને શામ, દામ, દંડ અને ભેદથી અટકાવ્યા, સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું સન્માન કરવા લાગ્યા, દાનવડે દીન, દુ:ખી અને રંક જનેનો ઉદ્ધાર કરવા લાગ્યા, કેટલાય નવીન જિનચૈત્યો બંધાવ્યાં
રાજા કનકધ્વજ અનુક્રમે સાકેતપુર નગરે આવ્યા. ત્યાં નગરના ઉદ્યાનમાં અરિહંત ભગવાનનું વિશાળ અને મનહર ચૈત્ય જોઇ ખુશી થયેલા રાજાએ ભગવાનની પૂજા કરી સ્તુતિ કરી, જીનેશ્વરને પૂછ તેમની સ્તુતિ કરી રાજા ચૈત્યગૃહથી બહાર નીકળ્યો, તે એક મોટા વૃક્ષની નીચે મુનિ પરિવારે યુક્ત સૂરીશ્વરને જોઇ હર્ષથી ગુરૂને નો સૂરીએ તેમને ધર્મોપદેશ આપ્યો તે સમયે ત્યાં રાજા પણ પોતાના પરિવાર સાથે ગુરૂની દેશના સાંભળવા આવ્યા હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com