________________
-
૩ર
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મારા પ્રાણથી પણ અધિક પ્રિય આ આભૂષણને મોકલનારને હું ક્યારે જોઈશ?” કલાવતી આડીઅવળી વાતથી પરવારી પોતાના બને નાજુક હાથ પર ધારણ કરેલાં બાજુબંધને વારંવાર જોતી હર્ષ પામતી બોલી. એના હૈયામાં હર્ષની અવધી ન હતી. આંખો હર્ષથી હસી રહી હતી. માતાપિતાને મલવાના ઉત્સાહમાં એનાં મરાય વિકસ્વર થયાં હતાં. આજે એનું મન આનંદના મહીસાગરમાં ડોલાયમાન થઈ રહ્યું હતું
બહેન! હવે અધિરાં થાઓ નહિ, થોડાજ દિવસમાં તમે તમારા પ્રિયજનનાં દર્શન કરશે, ખુશી થશે, પ્રિયજનને મેલાપ પણ ભાગ્ય વગર કાંઈ ઓછોજ થાય છે? તમો તો મોટાં ભાગ્યવાળાં છે, નશીબદાર છો.” સખીએ કલાવતીનું મન પ્રસન્ન થાય તેવી રીતે કેમલ ભાષામાં જણાવ્યું ને એ સખીના વચનથી કલાવતી પણ રાજી થઇ ગઈઅત્યારે એનો ઉત્સાહ પણ અખંડિત ને સંપૂર્ણ હતો આનંદના આવેશથી એના મનરૂપ આકાશમાં અનેક નાની મોટી હર્ષની વાદળી આવતી ને વેરાઈ–વિખરાઈ જતી. કારણકે સંપૂર્ણ રીતે સુખી અને સમૃદ્ધ માણસેની સૃષ્ટિ હમેશાં ગરીઓ કરતાં નિરાળીજ હોય છે,
હા! સખી તારી વાત સત્ય છે. આ બાજુબંધ, જોવાથી જાણે પ્રત્યક્ષ એ પોતે જ મારી સામે ઉભે હેયા એમ જાણી હું ખુશી થાઉ છું. મારી ઉપર કેટલો બધે એને સ્નેહ છે? જગતમાં આવો સ્નેહ ક્યાંય હશે કે?” હર્ષાવેશમાં અત્યારે કલાવતી શું બોલી રહી છે તેનું પણ ભાન નહોતુ! તેમાંય મોટા માણસના પ્રસંગે હમેશાં અનેરાજ હોય છે. સ્વતંત્ર અને બેપરવા માણસને માલવામાં કે ચાલવામાં કોઈની પરવાહ નથી હોતી. કેઈની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com