________________
- -
-
-
-
-
-
-
-
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૩૩
-
-
--
-
દાક્ષિણ્યતામાં તેમને ગભરાવાનું કે વિચાર કરવાનું પણ હેતું નથી.
તમારી વાત સત્ય છે બહેન, જગતમાં સ્નેહ એ તે મોટામાં મોટું અદ્દભૂત વશીકરણ છે. જેમ મેલીના મધુરા નાદને વશ થયેલો સાપ મૃત્યુનીય પરવા નહી • કરતાં થંભીત થઈ જાય છે તેવી જ રીતે આપ પણ સ્નેહના વશથી અત્યારે કેવાં ડામાડોલ થઈ રહ્યાં છે? દૂર છતાં પણ સ્નેહનું આકર્ષણ અનેરૂજ હોય છે. ચંદ્રનાં દૂરથાય દર્શન કરીને કુમુદિની શું નથી ખીલી ઉઠતી?” :
નિર્દોષપણે કલાવતી અને સખીની થતી વાતચિત અકસ્માત આવી ચડેલા રાજાએ ગુપ્તપણે ઉભા રહીને સાંભળી અને મહીસાગરના તોફાનમાં નાવડીની જેમ રાજાનું મન ચગડોળે ચઢયું, કલાવતીના હાથ પર રહેલા બાજુબંધને જોઈ રાજાએ વિચાર કર્યો. ઓહો! આ બાજુબંધ કેણે મોકલ્યા હશે તેની ઉપરના સ્નેહની આ વાત કરે છે? આના હૈયામાં આટલો બધો સ્નેહ કેના તરફ ઉભરાઈ જાય છે? વાહ! શું આવું સ્ત્રીનું હૃદય? હું જ્યારે એના માટે મારી મથું છું ત્યારે આ તો કોઈ બીજા ઉપરજ ઓવારી જાય છે? વાહ! દુનિયા વાહ! વિધાતા! શું સીની અભિનયકળા છે! બાલવાના જુદા ને ચાવવાનાય જુદા ! આ તે સી કે રાક્ષસી ? દેવી કે દાનવી! જે નારી પોતાના વિશ્વાસુ પતિને છેતરી જારી વિજારી રમે એને પાર બ્રહ્મા પણ શી રીતે પામી શકે?” શંખરાજના શંકાશીલ થયેલા મનમાં અનેક કાળી વાદળી આવીને પસાર થઈ ગઈ, ક્ષણ પહે લાંની પ્રાણવલભા પ્રિયા કલાવતી માટે એનું સાશંક મને અનેક પ્રકારે હેમવાળું થવા લાગ્યું. માનવીના ચપળ અને વિચારેના વિનિમય કરતાં શું વાર લાગે? -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com