________________
૩૯૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરદેશમાં મારે હવે શું થશે.” એ રમણીની વાર્તા સાંભળી યોગી બે
હે સુચને ! વરાક જેવો એ તને છેતરીને નાશી ગયા, તું તે શાણી અને સમજુ જણાય છે. માટે રૂદન કરીશ નહિ ને મારી સાથે ચાલ.” સુંદરીએ કાપલિનું વચન અંગીકાર કરવાથી કાપાલિકા એ મનમોહનાને લઈ દેવકુલિકા તરફ પાછા વળ્યો. એ દેવમંદિરમાં બને જણ આવ્યા, મૂર્તિવિનાના શુન્ય મંદિરમાં પ્રવેશ કરી કાપાલિકે પાંદ પ્રહાર કર્યો ને એક ગુપ્ત દ્વાર ઉઘડી ગયું. દ્વારમાં એક રૂપસુંદરી નજરે પડી. કાપાલિકે પોતાની સાથે આવેલી રમણીને કહ્યું, “તું પણ આ સુંદરી સાથે દેવનું આરાધન કરે. હું પૂજાને સરસામાન લઈને છેડી વારમાં આવી પહોંચીશ એ નવીન સ્ત્રીને ગુફામાં પ્રવેશ કરાવી ગુફાનું દ્વાર બંધ કરી કાપાલિકા ચાલે ગયે. ગુફામાં પેલી સ્ત્રીઓ એ દુષ્ટનાં જવાથી આનંદ પામી હૃદય ખેલી વાત કરવા લાગી..
કાપાલિકના જવા પછી દ્વાર ઉઘાડનારી સ્ત્રી બેલી: સખી તું આ રાક્ષસના પંજામાં શી રીતે આવી?
“મારી વાત રહેવા દે, પ્રથમ તું કહે કે સખી! આ પુરૂષ કેણ છે? અને તું અહીંયાં શી રીતે એના સકંજામાં આવી?
“હે સખી! દંડપાલ નામે આ વિદ્યાવાળો મહાન ચાર દિવસે કાપાલિકના વેષે મગરમાં બધે ભમે છે ને રાત્રીને સમયે આ નગરીના ધનિકેનાં દ્રવ્ય અને રૂપવાન કન્યાએને લુંટી જાય છે બધુય દ્રવ્ય અને કન્યાઓ આ પાતાલ ગૃહમાં એ દુછે એકઠી કરેલી છે તારા સહિત એકસો આઠ કન્યાએ એણે ભેગી કરી છે. આ નગરીના ઈશ્વર શેઠની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com