________________
૩૭૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
છે કે! આ કઈ મહાન પુરૂષ જણાય છે માટે એને જ ધર્મનું સ્વરૂપ પૂછું, એમ વિચારી કુમાર ,
હે મિત્ર! રાજહંસ જેમ પદ્મ-વનમાં રમણ કરે છે તેમ તમારું મન ક્યા દેવ, ગુરૂ અને ધર્મમાં રમે છે તે કહે,
કુમારના પૂછવાથી તે પુરૂષ બોલે. “સર્વે દર્શનના શાસ્ત્રોને હું જાણું છું. કિંતુ એક જૈન દર્શન વગર બીજું કઇ દશને વિવેકનંત નથી કે જેને વિશે આદર થઈ શકે બધા દર્શનવાળા અહિંસા, સત્ય, અસ્તેય બ્રહ્મ અને સંતોષયુક્ત વ્રત-ધર્મને કહે છે પણ એ પ્રમાણે તેમનું વર્તન જોવામાં આવતું નથી. અન્ય દર્શનના દર્શનીયે કટકાદિની હિંસા કરે છેપચન, પાચનાદિક આભને પણ કરે છે. કેટલાક કંદ, મૂળ, ફળના આહન કરતા તે દયા ધર્મનું વર્ણન કરતા વનસ્પતિમાં જીવે છે તે જાણતા નથી, કેટલાક મૂર્ખાઓ ધર્મને નામે યજ્ઞમાં પશુઓને પણ હેમે છે. એવી રીતે દયાધર્મનું વર્ણન કરતાં છતાં પણ કેટલાક હિંસા આચરે છે.
દહીં અને અદડના મિશ્ર અન્ન વડે ભોજન કરતા કેટલાક કલુષિત અન્નની માફક ધર્મ અધર્મનું મિશ્રણ કરી કલુષિત ધર્મનું સેવન કરે છે પણ નિર્દોષ ધર્મ તે જીનેશ્વર ભગવાને કહેલ તે જ છે તેને શુદ્ધધર્મ જાણ. જ્યાં અઢાર દેષ રહિત છને તે જ દેવ કહેવાય છે. પંચ મહાવ્રતને ધારણ કરનાર ગુરૂ કહેવાય છે. અને ધર્મ પણ તે જ કહેવાય છે કે જે દુર્ગતિમાં પડતા પ્રાણીવર્ગનું રક્ષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com