________________
એકવીસ ભવનો સ્નેહસંબંધ
ગુરૂ સમાગમ શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ જાણુને કુમાર ખુબ પ્રસન્ન થયે. કુમારને પ્રસન્ન થયેલા જાણી હરિગ બે, “હે પદ્ધોત્તર! જૈનધર્મના અભાવથી ઘણા કાળ પર્યત ભેગવેલાં પ્રવેયકનાં સુખને પણ શું તું ભૂલી ગયો? એ મણિરત્નથી નિર્મિત વિમાન, અહંઇકપણું, એકને આઠ પ્રતિમાથી યુક્ત સિદ્ધાયતન એ બધું શું વિસરી ગ? હે મિત્ર! ધર્મને સાંભળવા છતાં તું આચરતો કેમ નથી?” હરિગની પરભવને સૂચન કરનારી વાણું સાંભળી પડ્યોત્તર કુમારને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું.
આશ્ચર્યથી મસ્તકને ઘુણાવતો પદ્યોત્તર બેલ્યો “વાહ! શું જ્ઞાનનું મહાભ્ય? કે પરભવનો સ્નેહ! પરોપકારમાં કેવી પ્રીતિ! મુક્તાવલીને જીવ તું અત્યારે મહાન વિદ્યધનમાં અગ્રેસર-ચકવતી થયો છે. તે મારા બેધને માટે તું અહીં આવ્યો છે તો હવે માયાનો ત્યાગ કરી તારે મૂળ સ્વરૂપે પ્રગટ કર, કુમારના કથનથી હરિગે પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું
એ વિદ્યાધરનું મૂળ સ્વરૂપ જે ઈ બધા સ્વરૂપથી આશ્ચર્ય પામ્યા છતા એને જોઈ રહ્યા. કુમારે એને આલિંગ ગન આપ્યું પિતાના અર્ધાસને બેસાડેલો હરિગ બોલે “હે મિત્ર! તને મલવાને ઘણા સમયથી હું ઉસુક હતા. કેવલી ભગવાન પાસેથી આપણા પૂર્વ ભવની હકીક્ત જાણી ત્યારથી હું એવા વિદ્યાધરના ઐશ્વર્યમાં સુખી હવે છતાં પણ ક્ષણ વારે તને ભુલ્યો નહિ, ને અવસર મેલડી આજે તને મલવા આવી પહોંચે છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com