________________
૩૬૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પામ્યા પણ મનથી એણે ત્યાગ કર્યાં નહિ, એકદા પિતાએ માકલેલા પુરૂષાના કહેવાથી કુમાર રાજાની રજા લઈ પેાતાની આસન્ન પ્રસૂતા પત્નીની સાથે પેાતાના નગર તરફ ચાલ્યા. તે પ્રયાણ કરતાં આ તાપસાશ્રમની નજીક આવી પહેામ્યા.
અનેક વનચર પશુઓને કિલકિલાટ કરતાં જોઈ શુક કુમારની ભૃગયાવૃત્તિ સતેજ થઈ, તે પેાતાના અશ્વને એ પશુઆ તરફ દાંડાવ્યા, દૈવયોગે માર્ગમાં તૃણથી આચ્છા દિત એક ખાઇમાં અશ્ર્વ પડી ગયા. અશ્વના દબાણથી કુમાર મહાવ્યથાને પામ્યા, એના સુલટા હાહાકાર કરતા આવી પહેંચ્યા તેમણે કુમારને ખાઈમાંથી બહાર કાઢો. શ્રુતિના દુ:ખની વાત સાંભળી ગુણમાલા પણ હાહાકાર કરતી પાકાર કરવા લાગી, એની માતા અને પિતાને સમાચાર મલવાથી તે પણ ત્યાં આવી પહેોંચ્યા છતાય એ દિવસ મહાવ્યથા ભાગવી કુમાર ઘાની પીડાથી મૃત્યુ પામી ગયા મૃગયારૂપી પાપનું ફળ એ રીતે એને તરતજ પ્રગટ થયું, ગુણમાલા પતિની સાથે મળી સરવાને તૈયાર થઇ પણ એના માતાપિતાએ એને સમજાવી શાંત કરી, એ રૂદન કરતી પુત્રીના દુ:ખથી દુ:ખી થયેલાં રાજારાણી આ તપાવનમાં કુલપતિની પાસે આવ્યાં.
કુલપતિએ તેમને વૈરાગ્યના ઉપદેશ કરી શાંત કર્યાં. એ ઉપદેશથી સંસાર પરથી ઉદ્ભાસ થઇ ગયેલાં રાજારાણીએ તાપસી દીક્ષા લેવાના વિચાર કર્યાં, મોટા પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને તે પછી વસંતરાજ, પુષ્પમાલા અને આસન્ન પ્રસૂતા ગુણમાલાએ દીક્ષા ગ્રહણ કરી.
કેટલાક દિવસ પછી ગુણમાલાએ મનાહર પુત્રીના જન્મ આપ્યા બાદ શલ રાગની વ્યાધિથી પીડાતી તે કાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com