SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ ૩૬૫ કર્યો, શુકકુમારના મંત્રીઓએ સારી રીતે રાજાને સમજાવવાથી રાજાએ પોતાની ગુણમાલા પુત્રી ગુણવાન શુક રાજકુમાર સાથે પરણાવી દીધી. રાજાએ આપેલા રાજભુવનમાં પ્રિયા સાથે નિવાસ કરતા રાજકુમારમાં સ્થિરતા, ગંભિરતા, દાક્ષિણ્યતા, આદિ અનેક ગુણે હોવા છતાં ચંદ્રમામાં કલંકની માફક એક દૂષણ હતું તેને મૃગયાનું વ્યસન ખુબ લાગેલું હોવાથી રાજ દૂરદૂર તે શિકાર કરવાને જંગલમાં જઈ, અનેક નિર્દોષ પ્રાણુઓને હણી નાંખતો હતો રાજાએ પોતાના જામાતાને બંધ કરવા માટે સુમુખ નામના એક ભલેને આજ્ઞા કરી, સુમુખે શુકકુમારની પાસે આવી ઉપદેશ આપવા માંડ્યો, “ઉત્તમ જનેએ જગતમાં લજાકારી એવું આ પ્રાણીવધનું પાપ શા માટે કરવું જોઈએ? દીન, અનાથ અને પ્રમાદી તેમજ નાશી જતા ને પાછળ પડીને ઘા કરવો એ ક્ષત્રિય કુલાચાર ન કહેવાય રાજકુમાર! અન્યને પીડા કરવાથી વિવિધ પ્રકારની વ્યાધિઓ પ્રાણીઓને ભેગવવી પડે છે, અકાલે મરણ આવે છે. બીજાના પ્રાણને વિયેગ કરવાથી પોતાને વિરહાગ્નિથી દહન થવું પડે છે. ગર્ભપાત કરનાર, બાળકની હત્યા કરનાર ભવભવ અપત્યરહિત થાય છે. એકના પ્રાણનો નાશ થાય છે ત્યારે એના ભેગે બીજાને આનંદ થાય છે. એકનું ઘર બળે છે ત્યારે બીજો મૂર્ખ એને અજવાળું માની ખુશી થાય છે. મુળમાં તૃણ નાખેલા શત્રુને પણ શુરવીરે અભય આપે છે ત્યારે આ તૃણુ ભક્ષણ કરનારા પશુઓને મારી નાખવા એમાં કઈ નીતિ છે? અરે ! શૌર્ય પણ શું ? એ ભદને ઉપદેશ સાંભળી કુમાર કાંઈક નિવૃત્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy