________________
उ६४
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નગરે આવી સુરપતિ રાજાને વિનંતિ કરી સ્વયંવરની હકીક્ત કહી સંભળાવી કુમારને માટે આમંત્રણ કર્યું.
પિતાની આજ્ઞાથી પડ્યોત્તર કુમારે પિતાના પરિવાર સહિત મથુરા નગરી તરફ પ્રસ્થાન કર્યું. પ્રયાણ કરતાં વન, પર્વત, નદી, વાવ, શહેર અને નગરોનું નિરીક્ષણ કરતાં તેઓ વનમાં રહેલા મહદય નામે તાપસાશ્રમ નજીક આવ્યા, ખજુરી, નાળીયેર, દ્રાક્ષ, પુન્નાગ, નાગરવેલ, તારંગ અને સહકારાદિક અનેક વૃક્ષરાજીથી શોભી રહેલા આશ્રમને જોઈ કુમારે ત્યાં પડાવ નાખ્યો અને પિતે તાપસાશ્રમમાં તાપસપતિને નમવાને આવ્યો,
તાપસપતિને નમી એમની સામે બેઠે, તે વારે તાપસપતિ પણ એને ઉત્તમ અતિથિ જાણી (સુરપતિ નૃપ પુત્ર) એને લાયક એક મનહર કન્યાને બોલાવી કુમાર આગળ હાજર કરી. એ મનહર બાળાનું રૂપ સૌંદર્ય જોઈ કુમાર દિમૂઢ થઈ વિચાર કરવા લાગ્યો “અરે ! શુ આતે નાગ કન્યા કે પાતાળ કન્યા, અને તે રૂષિ આશ્રમમાં ક્યાંથી? - કુમારને શંકાશીલ ને વિચારમાં પડેલો જાણું તાપસપતિએ એને ખુલાસો કરવા માંડ્યો. કુમાર પણ એ કન્યા સંબંધે વૃત્તાંત સાંભળવા લાગ્યો. ' “ઉત્તર દિશાએ સુરભિપુર નગરમાં વસંત રાજા રાજ્ય કરતે હતો તેને પુષ્પમાલા આદિ ઘણું રાણીઓ હતી. પુષ્પમાલાને ગુણમાલા નામે પુત્રી થઈ. રાજકુમારી ઉપર રાજાને અપૂર્વ પ્રેમ હોવાથી યૌવનવયમાં અનેક રાજકુમારે એને વરવાને આતુર છતાં રાજાએ પોતાની કન્યા કેઈને આપી નહિ.
એકદા ચંપાનગરનો યુવરાજ શુકુમાર મોટા સૈન્ય સાથે ફરતો ફરતે ત્યાં આવ્યું. રાજાએ એને આદરસત્કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com