________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
- ૩૬૩ ખુબદાન આપી દાસીપણામાંથી મુક્ત કરી મેટ વર્થાપન મહેસવ કર્યો,
વર્યાપન મહોત્સવ કરી રાજાએ પુત્રનું નામ પાડયું પવોત્તર,
દ્વિતીયાના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતે તે કલાઓમાં વિશારદ થઈ દુનિયાને આશ્ચર્યકારી યૌવનવયમાં આવ્યું. વૈભવ, ઐશ્વર્ય, અને ઠકુરાઈ હોવા છતાં દયાલુ, દાનેશ્વરી, સજજનપ્રિય, શાંત, દાંત, સૌમ્યમૂર્તિ, અને દાક્ષિણ્યવાન હતો. મિથ્યાત્વીના કુળમાં ઉત્પન્ન થવા છતાં યજ્ઞની વાત પણ એને રૂચતી નહિ, બ્રાહ્મણનું ઔચિત્ય પણ માત્ર પિતાના ચિત્તની અનુકૂળતા માટે કરતો હતો. બ્રાહ્મણોના. પુરાણની કલપનાકારી કથાઓ પણ એના ચિત્તને ઉગ કારી થતી હતી. બ્રાહ્મણના વાતાવરણમાં વૃદ્ધિ પામેલો. હેવાથી તે જૈન ધર્મથી વંચિત હતા, કારણકે ઝવેરીના સંસ્કાર વિના શુદ્ધ મણિ પણ નિર્મળપણને પામે છે કે,
વૈતાઢથ પર્વતની દક્ષિણ એણિમાં સુભૌમપુર નામે નગરના અધિપતિ તારવેગ નામે રાજા હતો તેની કમલમાલા નામે રાણીથકી મુક્તાવલીને જીવ પુત્રપણે ઉપન્ન થયો, સ્વમામાં સિંહના બાળકને જેવાથી તેનું નામ રાખ્યું હરિવેગ. અનુક્રમે વિદ્યાધરની લક્ષ્મીથી લાલનપાલન કરા હરિવેગ યૌવન વયમાં આવ્યું.
એ સમયે મથુરા નગરીના ચંદ્રવજ નામે રાજાને બે સીએથકી એકએક પુત્રી થઈ. શશિખા અને સૂર્યલેખા, એ બન્ને પુત્રીએ જ્યારે યૌવન વયમાં આવી. ત્યારે પિતાએ એમનો સ્વયંવર કર્યો, દેશદેશના રાજકુમારોને આમંત્રણ કરવાને દૂતો રવાને થયા, એક દૂત ગર્જનપુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com