________________
પૃથ્વોચંદ્ર અને ગુણસાગર આવેલાં છે ત્યાં નવે શૈવેયકનાં ત્રણસે અઢાર વિમાને આવેલા છે. દરેક વિમાને છન ભવન હોય છે. એ દેવતાઓ વિષય કષાયથી રહિત હોય છે. તે છતાં નીચેના દેવો કરતાં તેમને અનંતગણ સુખ હોય છે. તેમને પુરૂષદેદય મંદ હોવાથી વિષય તરફ તેમનું મન જતું નથી અને તે વિષય રહિત હોય છે. તેઓ બે હાથથી અધિક શરીરવાળા. અને શુદ્ધ શુકલેશ્યાવંત હોય છે
પરિચ્છેદ ૭ મે પવોત્તર અને હરિગ
વનમાલા આ ભરત ક્ષેત્રમાં મધ્ય ખંડને વિશે ઉત્તર દિશાએ ગર્જનપુર નામે નગર હતું. એ નગરને અધિપતિ સુરપતિ નામે મહાપરાક્રમી રાજા હતો. રાજાને સતી નામની પટ્ટદેવી હતી તે પદવીની કક્ષીને વિષે શુરસેન રાજાને જીવ પ્રથમ રૈવેયથી એવીને ઉત્પન્ન થયે તે રાત્રીને વિષે હંસ અને સારસથી શોભાયમાન પદ્યકરને જોઈ રાણી જાગી. રાજા પાસે જઈ સ્વમાન પરમાર્થ પૂછયો, “તમારે સુંદર અને તેજસ્વી પુત્ર થશે” રાજાનાં એ વચન સાંભળી રાજી થયેલી રાણી સારી રીતે ગર્ભનું પાલન કરવા લાગી. ' ' અનેક સારાસારા દેહદ થયા. સર્વે રાજાએ પૂર્ણ કર્યા. કંઈક અધિક નવમાસ વ્યતિકમ્યા ત્યારે શુભ ગ્રહ અને સારા નક્ષત્રના ગે નયનને આનંદ કરી એવા મનહર પુત્રને જન્મ આપે, નિવેદન કરનારી ચેટીને રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com