________________
૨૯
એકવીશ ભવને સ્નેહસંબંધ જોઈને જ રાજા પિતાની દષ્ટિનું ફલ મેળવતો હતોકલાવતીને મેળવીને જગતમાં પોતાને શું નથી મલ્યું ? મનુષ્યના સુખની પરાકાષ્ટાએ પહોંચેલા એ માનવીને મનમાં થતું કે આવું સુખ કેઈને હશે વાર? કલા જેવી રૂપ અને ગુણસંપન્ન નારા જગતમાં હશે કે ?
અનુપમ ભેગોને ભગવતી કલાવતીની નગરીની નારીઓ પણ ઈર્ષ્યા કરવા લાગી. કેટલીક સમજુ રમણીઓ એના સૌભાગની પ્રશંસા કરવા લાગી. કેટલીક પિતાને કલા જેવું સૌભાગ્ય, ભેગવૈભવ, ઐશ્વર્યા મલે એ ખાતર, ધર્મ કરવા તત્પર બની. સારાય નગરમાં એના ભાગ્યનાં વખાણ થવા લાગ્યાં. પંચવિષયજન્ય સુખને ભેગવનારાં આ રાજા રાણીના ભાગ્યમાં તે શી ખામી હોય!
પ્રતિદિવસ વિવિધ સુખો ભેગવતાં તેમને કેટલાક કાળ ચાલ્યો ગયો જેની એ દંપતિને ખબર પણ પડી નહી. સુખ અને દુઃખ એ વસ્તુઓજ એક બીજાથી ઉલટી રીતે. છે. દુ:ખમાં અલ્પ સમય પણ દીર્ઘકાલ જેવો લાગે છે ત્યારે સુખમાં દીર્ઘકાળ પણ અલ્પ થઈ જાય છે; સુખમાં જેમ દેવતાઓને પોતાના જતા એવા કાળની ખબર પડતી નથી. તેવી જ રીતે ચારેકોરથી સુખમાં પડેલા માનવીઓ પણ દેવતાની માફક જતા એવા કાળને જાણતા પણ નથી ,
મનુષ્યને દુર્લભ એવા ભેગેને ભેગવતાં કલાવતીએ એક સુંદર ભાગ્યવાન ગર્ભ ધારણ કર્યો. એની પ્રતીતિ તરીકે સુખે શયનાગારમાં પહેલી કલાવતીને એક સુંદર સ્વમ આવ્યું. સ્વમમાં કલાવતીએ રાત્રીના ચરમ પ્રહરે ક્ષીરદધિ જલથી ભરેલો સુવર્ણ કળશ જો, એ મનહર કળશના ગળામાં પુષ્પમાળાઓ ગુંથેલી હતી. સુંદર ચિત્ર વિચિત્ર કમળથી એ કળશનું મુખ ઢંકાયેલું હતું. એવા એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com