________________
૨૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અને વસ્ત્ર પહેરાવવા લાગ્ય, વારે વારે એના સુંદર શરીર પર પોતાના હાથને સ્પર્શ કરતાં રાજા તૃપ્તિ જ પામત નહી, કલાના સુખને માટે રાજા શું ન કરતા? પ્રિયાનું કાર્ય પિતે જાતે જ કરતે, પ્રિયાની સાથે જ ખાતે, પીતો અને વાર્તાલાપમાં તો સમય પણ જણાતો નહિ સમય ઉપર સમય જવા છતાં પ્રિયાથી દૂર થવાનું એને પાલવતું નહિ. પ્રિયાના વદનને જેતે ત્યારે જ રાજાનું હૈયું હરતું હતું એવાં જાદુઈ આકર્ષણ એમ સહેલાઈથી કેઈનાંય દૂર થયાં છે કે?
પ્રિયાની સાથે વિવિધ પ્રકારે સુખને ભાગવતો રાજા રાજકાર્યમાં પણ મંદ ઉત્સાહવાળો થયો. મંત્રીઓને રાજકાર્ય ભળાવી દીધું. બીજે કેઇપણ ઠેકાણે જવું આવવું ય રાજાએ છોડી દીધું. એવી અનેક ઉપાધિઓને છેડી રાજા કલાવતી સાથે જ સમય વિતાડતો હતો. ખાન, પાન,ગાનતાન, સ્નાન એ સર્વે કંઈ કલાવતી સાથે હોય તેજ એમાં આનંદ જણાતા હતા. કલા સિવાય સર્વ કઈ રાજાને નિરસ -નિર્માલ્ય હતું. જ્યાં અને ત્યાં રાજાને કલાવતી જ દેખાતી હતી. સુક્ષ્મ સ્વરૂપે એની દિવ્ય પ્રતિમા એની નજર સમક્ષ તરવરતી હતી. કલાવતીના પ્રેમમાં મશગુલ થયેલા શખરાજને અત્યારે પ્રજાની કે રાજ્યની કંઈ પડી નહોતી. રાજ્યમાં નવાજુની શી બને છે તેની પણ સજાને પરવા નહોતી, એવું અનેરૂ સ્નેહબંધન રાજાને બંધાયેલું છે કે એક ક્ષણ પણ કલાવતીને ન જુએ તે એને કંઈ કંઈ મનમાં થઈ જતું હતું. વિશેષ શું? અત્યારે તે કલાવતી એ. એક જ મહાન હતી. એની સાથેનાં ભેગવાતાં સુખ એજ એને મન સર્વસ્વ હતું. એના મધુર શબ્દનું શ્રવણ એ રાજાને મન ઉચ્ચમાં ઉચ્ચ સંગીત હતું. અહોનિશ એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com