________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૫૩
જવાબમાં કુમારબલે “સુર કહેતાં દેવતા કામદેવ દેવ છે, સૂર કહેતાં સૂર્ય જગતને આધાર છે કમલિનીને પ્રિય પણ સર્ય છે. કેમકે સૂર્યના કિરણે કમલિનીને વિકસ્વર કરે છે. ને મુક્તાવલીને મનમોહન સુરસેન કુમાર છે ?
એ પ્રમાણે શાસ્ત્રના વિદમાં એ નવ પરણીત યુગલ પિતાને કાલ સુખમાં વ્યતીત કરતું હતું. દેવતાની માફક તેમને જતા એવા કાલની પણ ખબર પડતી નહિ.
અન્યદા નરસિંહ રાજા સ્નાન કાર્યથી પરવારી અલકાર ધારણ કરવાને આરીસા ભુવનમાં આવ્યા, આરીસામાં પોતાના દેહની શોભાને જોતાં તેમને વૈરાગ્ય આવ્યે.
યૌવનવયમાં જે શરીર મજબુત, મનહર હેય છે તેની વૃદ્ધાવસ્થામાં શી દશા થાય છે? ભ્રમરની કાંતિ સમાન શ્યામ કેશ પણ આ અવસ્થામાં કપાસના જેવા શ્વેત થઈ જાય છે. હાથના ગંડસ્થલની માફક જે જંઘાએ યુવાની કાળમાં જણાતી હતી તે કીક જંઘા માફક અત્યારે કેવી દુર્બલ થઈ ગઈ છે ? આવા અનિત્ય અને અસાર શરીરને માટે મેં અજ્ઞાનીએ અત્યાર લગી બહુ કષ્ટ ભેગવ્યું છતાં આત્મ હિત કર્યું નહિ. અરે ! આ દુખપૂર્ણ સંસારમાં કાંઈ સુકૃત કર્યું નહિ.”
એ રીતે ભાવના ભાવતાં નરસિંહ રાજને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું ને વૈરાગ્યથી રંગાયેલો રાજા પ્રત્યેકબુદ્ધ થયે, સિંહના જેવા પરાક્રમી રાજા પછી તો પંચ મુષ્ટિ લેચ કરી સંયમ ગ્રહણ કરવા તૈયાર થયે દેવતાએ સાધુવેષ અર્પણ કરવાથી એ વેષને ધારણ કરી નરસિંહુ રાજર્ષિ ગૃહરૂપ ગહવરમાંથી બહાર નિકળી પૃથ્વી ઉપર વિહાર કરતા ભવ્ય જિનેને બોધ કરવા લાગ્યા,
પિતાની ત્યાગવૃત્તિથી શેક ગ્રસ્ત ” ૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com