________________
૩૫૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેવા વિદને માટે કંઈક પ્રશ્ન પૂછો. મુક્તાવલીનાં વચન સાંભળી કુમાર બેલ્યો.
હે કાંતે! વિશ્વનું જીવન શું ? સામર્થ્યને સૂચન કરનારૂ ૫દ કર્યું ? તેમજ તારા વદનની ઉપમા આપી શકાય એવી વસ્તુ શી ? એકજ શબ્દમાં ત્રણે જવાબ આવી જવા જોઈએ. »
પતિને પ્રશ્ન સાંભળી મુક્તાવલી બોલી. “ કમલ કે” એટલે જળ, અલં' એટલે સામર્થ્ય એ બન્ને મળી મુખની ઉપમા માટે શબ્દ થયો કમલ કેમ ખરૂને “સ્વામી ! )
બરાબર છે. હવે તમેજ પૂછો ત્યારે
“સ્વર્ગત નક્ષત્રના જલથી છીપમાં શું પ્રગટ થાય? એક્ષણ શત્રુઓને હણી નાખે શું ! ને મારા હૃદયનું ભૂષણ શું !” મુક્તાવલીનાં વચન સાંભળી કુમાર બોલ્યો” મુક્તાવલી.”
મુક્તા એટલે મોતી છીપમાં ઉત્પન્ન થાય, બળી માણસ, શત્રુઓને હણી નાખે છે, તેમજ હૃદયનું ભૂષણ માતાની માળા કહેવાય,
પુન:મુક્તાવલીએ પૂછયું. સમુદ્ર થકી હરિને શું મળ્યું? કર્યું અને પુષ્ટિ કારક નથી થતું ? આપના હાથ પગને કેની ઉપમા આપી શકાય ? * *
જવાબમાં કુમાર બે “હરિને સમુદ્ર થકી તાં કહેતાં લક્ષ્મી મળી, તેમજ નિરસ અન્ન પુષ્ટીકારક થતું નથી, હાથ પગને તામરસ કહેતાં રક્ત કમલની ઉપમા આપી શકાય ?
“કામદેવ કોણ છે? જગતને આધાર કેણ છે? કમલિનીને પ્રિય કેણુ તેમજ મારા મનને મોહ પમાડ નાર કેણ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com