________________
૫૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મંત્રીઓએ સમજાવી તેને રાજ્યાભિષેક કર્યો. રાજ્યસુખને અનુભવ કરતાં સુરસેન રાજાનો બહુ કાળ ચાલ્યો ગ, ત્યારે મુક્તાવલી પહેરાને ચંદ્રસેન નામે પુત્ર થયે કુમાર ચંદ્રસેન પણ વૃદ્ધિ પામતે કલાઓને પારંગામી થઇ યૌવનવયમાં આવ્યો. પિતાએ તેને આઠ રાજકન્યાઓ પરણાવી. તેની સાથે વિષય સુખ ભેગવતો ચંદ્રસેન પિતાની છાયામાં સુખમાં સમય પસાર કરતો હતો
અન્યદા શરતકલ આવી પહોંચ્યો તે સમયે રાજા મંત્રીઓના કહેવાથી અશ્વોની પરીક્ષા કરવા માટે હયારૂઢ થઈને નગરની બહાર ઓવ્યું ત્યાં અશ્વોને દેડાવી એમના ગુણદોષની પરીક્ષા કરતાં મધ્યાહ્ન સમય થયો, ત્યારે તાપથી વ્યાકુળ થયેલા રાજા ત્યાં વૃક્ષની છાયામાં આરામ લેવાને માટે બેઠો - તે સમયે સૂર્યની સામે દષ્ટિ સ્થાપન કરી ધ્યાન અને તપને કરતા મુનિ ઉપર દૃષ્ટિ પડતાં રાજા તરતજ એ મુનિ પાસે આવીને નમ્યો. મુનિની ઉગ્ર તપસ્યા વડે ભક્તિથી રોમાંચ અનુભવતો રાજા સ્તુતિ કરવા લાગ્યો.
સ્તુતિ કરી પરિવાર સહિત રાજા હાથ જોડી મુનિની આગળ બેઠે, મુનિએ પણ ધ્યાન પૂર્ણ કરી રાજાને ધર્મ દેશના આપી,
હે રાજન ! ડાહ્યો માણસ રોગની માફક ભાગમાં રક્ત થતો નથી, અસાર અને અસ્થિર ભેગોને રેગનું મૂળ તેમજ દુર્ગતિને આપનારા જાણુને તે તજી દે છે. મેંગેવિષય ભેગકાલે તે મધુરા હોય છે પણ એનાં પરિણામ દારૂણ ભયંકર છે. હે રાજન! દુઃખથી નિરંતર પાડા પામતા નારકીઓને લેગ સામગ્રી હોતી નથી. વિવેક રહિત પશુઓને પણ તથા પ્રકારની સામગ્રીને અભાવે હોય છે ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com