________________
૩૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરું મંત્રીની વાત સાંભળી નરસિંહ રાજાએ રાજસેવકેને મોકલી એ યોગીને પિતાની પાસે બોલાવી પૂછયું, “ગીરાજ ! તમારામાં કેટલી શક્તિ છે ? " રાજાની વાત સાંભળી પેગી મેં મલકાવતે બો.
રાજન ! પૂછવાથી શું ? આપ કંઈક કાર્ય ફરમાવે. આપ કહો તે પાતાલમાં રહેલી નાગ કન્યાને આપની સેવામાં હાજર કરું, કહો તે શત્રુઓના સમુદાયને આપના ચરણમાં નમાવું, દુઃખે કરીને મેળવી શકાય એવી ગજ, અશ્વ, રથાદિક સમૃદ્ધિ આપને મેલવી આપુ. - હું એટલી બધી તમારી અદ્ભુત શક્તિ છે તે નાગેન્દ્ર કન્યાને અહીં હાજર કરો. રાજાએ આશ્ચર્ય પામતાં કહ્યું.
યોગીએ ક્ષણમાત્ર ધ્યાન કરીને હૃદયમાં કંઇક મંત્રનું ચિંતવન કરતાં એના આકર્ષણથી રત્નાભરણથી વિભૂષિત નાગેન્દ્ર પત્ની ગીની આગળ હાજર થઈ “શું આજ્ઞા છે?” તે બોલી,
રાજા તરફ અંગુલી નિર્દેશ કરતો યોગી બોલ્યો. આ રાજાની આજ્ઞાનો અમલ કરે, મારી નહિ,
નાગગન યોગીની પાસેથી રાજાની આગળ હાથ જોડીને ઉભી રહી ને બેલી, “હે સ્વામી ! હુકમ કરે તમારી કઈ આજ્ઞાને હું અમલ કરૂ? ફરમાવો !”
એ નાગેન્દ્ર પત્નીને જોઈ એની વાણીથી આશ્ચર્ય પામતો નરપતિ બેલે, “ભદ્ર ! તું કોણ છે? કેમ આવી છે?
“હું નાગરાજની પત્ની છું, ગીરાજની શક્તિથી નાગલોકમાંથી અહીં આવું છું. તે સી બોલી.
યોગીની અપૂર્વ શક્તિ પર વિશ્વાસ કરતા રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com