________________
એકવીશ ભવને નેહસંબંધ
૩૪૧ અનેક રાણુઓમાં મુગુટમણિ તુલ્ય એ પહદેવી સાથે પાંચે પ્રકારનાં વિષયસુખભેગવતા રાજાએ ક્ષણની જેમ ઘણકાલ પસાર કર્યો,
એકદા એકાંતમાં બેઠેલા નરપતિની આગળ કઈ ચરપુરૂષે રાજાની બિરૂદાવલી બેલતાં વિનંતિ કરી “હે દેવ! આપ જય પામે ! વિજય પામ! નિશા સમયે નગરીનું નિરીક્ષણ કરતાં મેં જે હકીકત સાંભળી છે તે આપ શ્રવણ કરો. નરસિંહ રાજ રાજેશ્વર જય પામે. એક સ્ત્રી બોલી, તે તેના જવાબમાં બીજી સ્ત્રી કટાણું મોં કરતી બેલી આ રાજા તો નામથી નરસિંહ છે કાર્યથી નહિ, કાર્યથી તે એને નર જંબુક કહીયે તોય ચાલે. પુત્રરૂપી ધનથી રહિત હેવા છતાં તે છતી શક્તિએ પણ ઉદ્યમ કરતો નથી, એનું નામ નરસિંહ છે શું છે ?
આ જગતમાં ગમે તેટલી અને ગમે તેવી ક્રિયા કરે પણ ઉદેશ રહિત અગરતે મંત્ર વગરની ક્રિયા નકામી છે. કેમકે નેત્ર વગરના અથાગ અને અપાર સૌંદર્યને પણ ઉપયોગ શે ? તેમજ શીલ વગરનું પણ જેમ તપ નકામું છે એવી રીતે પુત્ર વિનાનું વિશાળ કુળ પણ શા કામનું? એ તો પુત્રથી જ એ બધી શેભા છે”.
ચરપુરૂષની વાત સાંભળી રાજાએ મંત્રીઓને બેલાવી પુત્રની પ્રાપ્તિ માટે ઉપાય પૂછયો, તેના જવાબમાં મંત્રી બેલ્યો. “હે સ્વામિન ! આપણું નગરમાં વિચિત્ર વેષને ધારણું કરનારે એક યોગી આવ્યો છે. તે અનેક મંત્ર તંત્ર અને સામર્થ્યવાળે હેવાથી આપ એની પાસે પુત્રની માગણી કરે. લેકે એની શક્તિનાં બહુ વખાણ કરે છે. તે જનનાં અભિલાષિતને પૂરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com