________________
-
-
--
૩૪૦
પૃથ્વોચંદ્ર અને ગુણસાગર પરિચ્છેદ ૬ ઢો. થરસેન અને મુક્તાવલી
મિથિલા નરેશ સ્ત્રી-શીર્તિ-વૃત્તિ-વૃદ્ધિ-દ્ધિ-સિદ્ધિ-વિધા नत्वा शंखेश्वरं पार्श्वनाथमग्रे कथां ब्रुवे ॥
ભાવાર્થ–લક્ષ્મી, કીર્તિ, ધીરજ, બુદ્ધિ, દ્ધિ તથા સલ મનોરથની સિદ્ધિને કરનારા સંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરી હવે કથાને આગળનો ભાગ કહું છું.
સુર્યની કાંતિ સાથે જ્યારે મિથિલા નગરીની તેજસ્વી દિવાલની કાંતિ એક થઈ જાય છે ત્યારે એ નગરી અપૂર્વ શેભાને ધારણ કરે છે. જગતભરમાં પિતાના રૂપ, ગુણ. તેમજ વૈભવે કરીને પ્રસિદ્ધિપણાને પામેલી એ નગરીની જાહોજલાલી વૃદ્ધિ પામે જતી હતી, એના વિશાળ અને મનહર રાજમાર્ગો, અનેક ગગનચુંબિત વિશાળ ઇમારતે, જગતભરમાં ખ્યાતિ પામેલાં ઉદ્યોગમંદિર, વિશાળ, સુંદર, રમણીય અને નવપલ્લવ ફલકુલથી વિકસ્વર થયેલી લત્તાઓથી શોભતા ઉદ્યા, બગિચાઓ અને સહકાર, પુન્નાગ, રાયણ, અશેક, આસોપાલવ આદિ વૃક્ષે નગરીની શોભા વધારી રહ્યા હતા.
એ મિથિલા નગરીને શાસક નરસિંહ નામે નરપતિ પિતાના તેજ અને પરાક્રમથી મહામંડલના શત્રુ રાજાએને પણ જીતી નરસિંહ નામને સાર્થક કરી રહ્યો હતે. શીલ ગુણેકરીને શેભતી અને દષથી રહિત, કલાનિપુણ અને મોહરા ગુણમાલા નામે રાજાની પટ્ટરાણી હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com