________________
એકવીશ ભવને
સ્નેહસંબંધ
૩૩૫
૧૦
પૂર્ણ ચંદ્ર નરપતિ. સુરસુંદરસુરીશ્વરના વૈરાગ્યનું કારણ સાંભળી રાજ સહિત બધી સભા દંગ થઈ ગઈ, તેમના ચરિત્રથી વૈરા૩ના રંગવાલે નરપતિ સિંહસેન ગુરૂની સ્તુતિ કરતાં છે . “હે ભગવન! આપનેજ એક જગતમાં ધન્ય છે કે જેમનું ચારિત્ર આશ્ચર્યકારી ને સાંભળનારને લાભ કરનારું છે. જેથી ખરેખર આપજ એક પુણ્યવાન છો, ત્યાગીએમાં પણ આપ શ્રેષ્ઠ છે, કે જેમણે જગતને આશ્ચર્ય કરનારી રમા, અને રમણીઓના સમુહને ક્ષણમાત્રમાં તૃણની જેમ તજી દીધો, આપે મોક્ષને માર્ગ ગ્રહણ કરી લીધો.
હે સ્વામી! મારા સરખા સત્વ વગરના પુરૂષે તે વિષય અને કષાયમાં મુંઝાઈ ગયા છતાં હજી પણ સંસાર છોડવાને સમર્થ નથી થતા, તો પણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિક ભેગો મેં ઘણા કાલ પર્યત ભેગાવ્યા રહેવાથી હવે હે પ્રભે! તમારી પાસે નિરવઘ એવી તત્વ વિદ્યા જે સંયમ તેને હું ગ્રહણ કરીશ.
નરપતિ ગુરૂ મહારાજને વિનંતિ કરીને નગરમાં ગયે, મંત્રીઓ સામંતો અને સેનાપતિઓને સાક્ષી રાખીને પૂર્ણ ચંદ્ર કુમારને રાજ્યાભિષેક કરી દીધો તે નિમિત્ત મોટો મહોત્સવ કર્યો. એ રીતે રાજ્ય ચિંતા પુત્રને ભળાવી પોતે રજકાર્યથી નિવૃત્ત થયે. પછી જીનેશ્વરની મોટી પૂજાઓ રચાવી તે નિમિત્તે માટે અષ્ટાદ્દિકા મહત્સવ કર્યો, ને શાસનને માટે પ્રભાવ વધારી રાજાએ દીક્ષા માટે તૈયારી કરી.
નવા નરપતિએ મેટી ધામધુમપૂર્વક નરપતિની દીક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com