________________
૩૩૪ *
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રૂપી પાંજરામાંથી હમેશને માટે મુક્ત થઇશ”
મુનિની એ અખંડ વાગધારા-દેશના સાંભળી છે કુમાર ! મારી એહ નિદ્રા નાશ પામી ગઈ તેમજ મારી વિવેક ચક્ષુ પણ ઉઘડી ગઈ મારી વિચાર શ્રેણિને ક્ષણ વારમાં પલટાઈ જતાં વાર લાગી નહિ,
અરે, આ તપવડે કરીને કૃશ થયેલા શરીરવાળા મહામુનિએ આજે મારે આંગણે પધારી મને શું નથી આપ્યું? મારી પત્નીઓ સહિત મારે તે આજે તેમણે ઉદ્ધાર કર્યો, જેથી આજે મારે તે મનુષ્યરૂપ કલ્પવૃક્ષ મહા ફલને આપનારું થયું. સંસારરૂપી સમુદ્રમાં ડુબી જતા મને આજે વહાણ પ્રાપ્ત થયું જેનાથી હું ભવસાગરને પાર પામીશ. સાતરાજ ઉચે રહેલા શિવપુરનગરમાં જવાને આજે મને જાણે આકાશગામી વિદ્યા પ્રાપ્ત થઈ કે શું? સંયમનું દાન કરનારા આ મહામુનિઓજ ખરા ઉપકારી છે.
એ પ્રમાણે વિચાર કરી મારી પત્નીઓની સાથે સહમત થઈ મારી લક્ષ્મી મેં સાતે ક્ષેત્રમાં વાપરી નાખીને ચારિત્ર લેવાની ભાવનાવાળા મેં એ મહામુનિના ગુરૂ મહારાજ શ્રીસિંહસેનસૂરીશ્વરની પાસે સર્વે ઉપાધિને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી, જ્ઞાન ધ્યાનને અભ્યાસ કરી તેમના પસાયથી શુભ સંયમરૂપી લક્ષ્મીને પાળવાવાળો થયે, કેમકે પાષાણના ટુકડાને ટાંકણાવડે કરીને સારી રીતે જ્યારે તેને ઘડવામાં આવે છે ત્યારે તે દેવપણાને પામી જગત વંદનીય થાય છે તેમ ગુરરૂપી સુત્રઘારવડે શિક્ષિત થયેલે હું આજે દેવની માફક સંયમના પ્રભાવથી વંદનીય થયે. ગુરૂએ પોતાનું ચારિત્ર કહી સંભળાવ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com