SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ ૩૩૩ દોષ જાણીને મારી સ્ત્રીઓએ ઈચ્છાઓનું પરિમાણ કરી પાંચમુ અણુવ્રત ગ્રહણ કર્યું. મારી સ્ત્રીઓને પાંચે અણુવ્રત આપી ધર્મશીલા બનાવનાર આ મહા મુનિ ઉપર મેં કેવી દુષ્ટ વિચારણા કરી? અરે પેલા વિહૂની માફક મારી શી દશા થશે ??? એમ ચિંતવતે હું પ્રગટ થઈને મુનિના ચરણમાં પડયો. મારે સર્વ અપરાધ કહીને હું તેમને ખમાવવા લાગ્યા “હે ભગવાન! હાસ્યથી પણ મુનિ માટે દુષ્ટ વિચાર, કરનાર પેલા વિઠની માફક આ ભવ સાગરમાં ડુબી જાઉ, અનંત દુ:ખને ભક્તા થાઉં તે પહેલાં મને એ પાપથી. મુક્ત થવાને ઉપાય બતાવે, ” મારે પશ્ચાત્તાપ જાણી. મુનિ બોલ્યા, ત્રણ જગતને માન્ય, બ્રહ્મચારી અને કષાય રહિત એવા સાધુ માટે આ વિચાર કરવો એ મહા પાપ છે, ચારિત્ર ગ્રહણ કર્યા વગર આ પાપથી તું મુક્ત થઈ શકીશ નહિ, માટે હે ભાગ્યવાન! આ સંસારની અનિત્યતાનું સ્મરણ કર. કામ ભેગનાં સુખ દુર્ગતિને આપનારાં છે એ શું તું નથી જાણતો? સ્ત્રી, પુત્ર, લક્ષ્મી, દેહ આદિ સર્વે સંગ અનિત્ય છે. ને મૃત્યુ વાટજ જોયા કરે છે, તે ક્યારે પકડશે તેની કોઈને ખબર નથી જ્ઞાનીજ એ એ બધું જાણી શકે છે. તુચ્છ એવાં સાંસારિક સુખને ત્યાગ કરી એકાંત મુક્તિસુખને આપનારા સંયમને ગ્રહણ કર, પરનિંદાને ત્યાગ કર, શમતારૂપ અમૃત વડે તારાં આત્માને તૃપ્ત કર, સંતોષને ધારણ કર, ક્રોધને દૂર કર, લેભને છોડ, પિતાની આત્મશ્લાઘા સાંભળીને એમાં રાજી થા નહિ ને માયાને છોડી દે, મદ, આળસ વગેરે દોષોને ત્યાગ કરી સંયમને અંગીકાર કરવાથી તે આ પાપકર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy