________________
૩૩૬
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
મહે।ત્સવ કર્યો, ને સિંહસેન નરપતિએ ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરી, ગુરૂની પાસેથી ઉચ્ચરેલા મહાવ્રતને રૂડીરીતે પાલવા લાગ્યા. એ પ્રકારની ગ્રહણ અને આસેવન શિક્ષાતે ગુરૂ પાસેથી ધારણ કરતા, કષાયાને વશ કરીને શાંત પ્રકૃતિવાળા તેમજ ઈંદ્રિયાનું દમન કરીને વિષય વિકારોને વશ કરનારા સિંહુસૈન મુનિ છું, અર્જુમ આદિ તપસ્યા કરતા ને જ્ઞાન ધ્યાનમાં પ્રીતિવાળા તેમજ સસાર અને એક્ષમાં સમાન વૃત્તિવાળા એવા મહામુનિ થયા.
પૂર્ણચંદ્ર નરપતિ શુદ્ધ શ્રાવક ધર્મનું આરાધન કરતા, મેરૂની માફક સ્થિર સ્વભાવવાળા તેમજ સર્વાંગ રાજ્ય લક્ષ્મીથી શાભતા ન્યાયથી પ્રજાનુ પાલન કરતા હતા. એ ન્યાયી અને પરાક્રમી રાજાના કપૂરના સમૂહની માફક ઉજ્જવળ યશ જગત ઉપર વિસ્તાર પામ્યા, ને શ્રાવકનાં અણુવ્રતને પાળવામાં દૃઢ નિશ્ચયવાળા જ્ઞાન અને દર્શનની ભક્તિ કરતા શાસનના મહિમા વધારવા લાગ્યા. શાસન પ્રભાવક તેમજ શ્રાવક ધર્મને પાળવામાં દૃઢ પ્રતિજ્ઞ હોવા છતાં તે રણવાર્તામાં કાયર નહેાતા, યુદ્ધમાં શત્રુઆના સમુદાયને છતી પાતાની કીર્ત્તિ દિગંત પર્યંત તેમણે ફેલાવી હતી.
અણુવ્રતની માફક ગુણવ્રત અને શિક્ષાવ્રતને પાલવામાં પ્રીતિવાળા દીન, અનાથ અને રકજનાના ઉદ્ધાર કરતા તેમણે સીદાતા શ્રાવકાના મનેારથ પૂર્ણ કરી સાધન સપન્ન બનાવી ધર્મોમાં સ્થિર કર્યાં. એ રીતે શ્રાવકાના ઉદ્ધાર માટે રાજાએ છુટે હાથે દાન આપવા માંડયું, જીન મંદિરામાં પૂજાએ રચાવી, જીનાલયા બધાવી પ્રતિમાએ સ્થાપન કરાવી, સાતે ક્ષેત્રમાં રાજ્યલક્ષ્મીના સબ્યસ કરતા રાજા પૂર્ણચંદ્ર શાસન પ્રભાવક થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com