________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૩૨૩
નાખી હવે મુનિને એકએકજ પ્રહાર કરીશ એમ ચિંતવતો હું આગળ શું બને છે તે જાણવાને થે .
પાંચમુ પરિગ્રહ પરિમાણ વ્રત.
હે નિર્મળ શીળવંતીઓ! તમારે હવે પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ. જીવને જેમજેમ પરિગ્રહ વધે છે તેમતેમ લોભ, ચિંતા, વ્યવસાય વૃદ્ધિ પામે છે જગતમાં એક પુત્રીવાળાને શેક દુઃખ-ચિંતા હોય છે પણ જેમ જેમ અધિક પુત્રીઓ હોય છે તેમતેમ બમણું ચિંતા વધે જાય છે. એવી રીતે હાથી, ઘોડા રથ, ગૃહ, હાટ વૃદ્ધિ પામે છે ત્યારે તેને લગતી ચિંતા પણ વધે છે,
પરિગ્રહથી રહિત સંતોષને ધારણ કરનાર સાધુઓને જે સુખ હોય છે તે સુખ પરિગ્રહધારી એવા મહાનને પણ નથી મળી શકતું, પરિગ્રહમાં પ્રીતિવાળે લોભી કાર્યાકાર્યને પણ જાણતા નથી. પરિગ્રહની ખાતર અનેક પાપકર્મ કરી કલેશ પામે છે. આ ભવમાં લોભી લોકેાને તિરસ્કાર પામે છે. પરભવમાં તે નરક અને તિર્યંચગતિમાં જઇને અનંત દુ:ખ ભોગવે છે. જે પરિગ્રહનું પરિમાણ કરે છે તે ગુણાકરની માફક સુખી થાય છે, અને નથી કરતા તે પરિગ્રહમાં રક્ત થઈને અનેક છળકપટ કરી પાપમાં આગળ વધે છે ને ગુણધરની માફક દુઃખી થાય છે.
મુનિની અમૃતમય વાણું સાંભળીને મારી સ્ત્રીઓએ ગુણાકર અને ગુણધરને વૃત્તાંત પૂછવાથી મુનિએ તે વૃત્તાંત કહેવું શરૂ કર્યું.
આ જ વિજયને વિષે જયસ્થળ સંન્નિવેશમાં વિહુ અને સુવિહુ નામે બે વણિક ભાઈઓ રહેતા હતા. તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com