SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૨૪ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જે વિહુ હવે તેને વ્યવહાર બબર ન હતો, લેકમાં એની આબરૂય નહોતી. તે યાચકને ઘેર આવવા દેતા નહિ, સજ્જનને પણ કલેશ કરનારે હેવાથી તેમજ તે ખાનપાનમાં પણ કૃપણને ભાઈ હતું. મહા કલેશ અને માયા કપટથી તે ધન ઉપાર્જન કરતે હતે યાચક-ભિક્ષુકે એની નિંદા કરતા હતા. સ્વજને-સગાં સંબંધીઓ એને શાક કરતા હતા. શ્રીમંતજને એને ધિક્કારતા હતા, પંડિત પુરૂષે એની હાંસી કરતા હતા, છતે પ્રત્યે પણ તે દરિટીની માફક પિતાને સમય વ્યતીત કરતે હતે. બીજે સુવિહુ રૂડા મનવાળો, સંતોષી, સત્પાત્રમાં દાનદેવાની રૂચિવાળે, સદાચારી, મધુરભાષી, વિવેકી, સજની સંગત કરનાર, દાનવડે અથજનના મને રથ પૂરનારે હતે. સંપત્તિના પ્રમાણમાં સુખમાં પિતાને સમય વ્યતીત કરતે તે સુવિહુ સજજને માન્ય હો. એક દિવસે તપને પારણે કઈ મહાત્મા સુવિહુને મકાને આવ્યા. સુવિહુએ મિષ્ટાન્ન વડે એ મુનિને પ્રતિલાભિત કર્યા. જેથી તેણે ભેગા કર્મ વાળુ મનુષ્ય આયુ બાંધ્યું પેલા વિહુએ હસીને મશ્કરી કરી કહ્યું, “વ્યાપારમાં આળસુ આ લોકોના ઘરમાંથી ચોરી કરે છે એવાને આપવાથી શું થાય ? મુનિની નિંદા કરતાં વિહુને નીચગોત્ર બાંધ્યું. એકદા કેટલાક ચોએ વિહુએ એકાંતમાં એક વાત નિવેદન કરી, “વિહ! આ ગિરિના મૂળમાં ખુબ ધન છે પણ અમારી પાસે એવી સામગ્રી નથી. તે તું સહાય કર, અમે તને એમાંથી ભાગ આપીશું.” ચેરના વચનથી વિહુએ એમને સર્વ સામગ્રી પૂરી પાડી, સર્વ સાહિત્ય સાથે લઈને કુટુંબીજનોને કહી ચોરની સાથે રાત્રીએ પર્વતની તળેટીમાં ગમે ત્યાં પલાશવૃક્ષની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy