________________
૩૨૨
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
આ જગતમાં એક તમનેજ ધન્ય છે કે જેના ઘેર આવી મહાસતી પુત્રી છે.”
રાજાની વાણી સાંભળી કૃતજ્ઞ એવા શેઠ હાથ જોડી આલ્યા દેવ! આપને જ એક આ પૃથ્વી પર ધન્યવાદ છે કે જેમના રાજ્યમાં આવી મહાસતી વસે છે.” શેઠની વાણીથી સતાષ પામેલા રાજાએ તેના પિતા અને પતિને રાજ્યકરથી મુક્ત કર્યાં. સુદરીતે મહા કીમતી વસ્ત્રાલ'કાર આપ્યા, મોટા મહોત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવી તેનું શીલસુંદરી નામ જાહેર કર્યું.
શીલના માહાત્મ્યથી પ્રસિદ્ધ થયેલી શીલસુ‘કરી ચિરકાલપત સુખ ભોગવી અનુક્રમે કાલ કરી સ્વર્ગ ગઇ પરપરાએ તેણે મુક્તી લક્ષ્મી પ્રાપ્ત કરી. ત્યારે પેલા દુલિત પુરૂષાનુ રાજાએ સર્વસ્વ હરી લઇ કારાગ્રહમાં ઝીકેલા, ત્યાં ઘણા કાલ કલેશને ભાગવતા મૃત્યુ પામીને દુતિમાં ગયા.”
એ પ્રમાણે શીલ અને અશીલના ગુણ ઢાષ જાણીને હે ભા! તમે શીલ પાલવામાં આદરવાલા થા મુનિએ શીલવ્રત ઉપર એ પ્રમાણે એધ કરવાથી મારી સર્વે શ્રીઓએ પરપુરૂષના નિયમ અંગીકાર કરી ચાથું અણુવ્રત મહેણુ કર્યુ.
હું પૂર્ણ ચંદ્ર કુમાર! તેમના આ નિયમ ગ્રહણ કરવાથી હું બહુજ પ્રસન્ન થયા. આજ સુધી મને જે વહેમ, શકા તેમજ સ્રીઓના વ્યભિચારની શંકા રહ્યા કરતી હતી તે આજથી હવે નષ્ટ થવાથી હું મુનિ ઉપર પણ ખુબ પ્રસન્ન થયા યાહુ ! મુનિએ આ ધામ તે સારૂ કર્યું. પરમ સંતાષને અનુમવતા મે મુનિને પ્રત્યેક અંગે અમે પ્રહાર કરવાના હતા તેમાંથી એક એક એ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com