________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૧૭
ચોથું પરસ્ત્રીગમન વિરમણવ્રત - હે સુશિલાઓ ! સર્વ વ્રતમાં શિરોમણિ, મહા મંગલકારી, કલ્યાણનું કરનાર એવું જે શીલવત તેનો મહિમા સાંભળે. આ વ્રત તે કુળવંતી સ્ત્રીને શોભા રૂ૫ છે. આ જીવન પર્યત આ વાત તેમને આરાધવા. યોગ્ય છે મનથી પણ કુલવંતીઓએ પર પુરૂષની ઈચ્છા ન કરવી જોઈએ, ૫ર નરને સરાગ દષ્ટિથી જે એ પણ મહા પાપનું કારણ છે. આ જન્મ પર્યત જે શુદ્ધ સતી મારી છે તેને વેરી, વારી, અગ્નિ, વ્યાઘ, વૈતાળાદિક કે પણ વિપત્તિઓ પરાભવ પમાડી શકતી નથી. સતી સ્ત્રીઓ જગતમાં માન, પૂજા અને સત્કારને પામે છે. એ સતી નારીના તેજ અને પ્રતાપ અદભૂત હોય છે. ગમે તેવો બળવાન કે વિદ્યાવાન પણ સતીના તેજ આગળ હારી જાય છે. પૃથ્વી મંડલ ઉપર તેના ઉજ્વળ યશની પ્રખ્યાતિ સર્વત્ર વિસ્તાર પામે છે. એને જય જય થાય છે.
આ લોકમાં સૌભાગ્ય, સુખ, સંપત્તિ, પુત્રપ્રાપ્તિ, અને ચિત્તની નિદ્ઘત્તિ-શાંતિ તેણુને થાય છે ત્યારે પર લેમાં સતી નારી સ્વર્ગ, અને અપવર્ગ (મુક્તિ) ની લક્ષ્મીને પામે છે. દેવતાઓ પણ શીલવ્રતધારીને નમે છે. એની સેવામાં, એને સહાય કરવામાં, એની આજ્ઞા *ઉઠાવવામાં હાજર નાજર રહે છે.
જેઓ શીલથી ભ્રષ્ટ થયેલા છે તેમની દશા શોચનીય હોય છે તેમની નાસિકા, એણ, કર, પાદાદિક ઈતિને છેદ થઈ જાય છે. વધ, બંધન, ધન ક્ષય.આદિ અનેક આપ‘દાઓ એને માટે તૈયારજ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com