________________
૩૧૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
અદ્દભૂત વાત સાંભળી પુરંદર શેઠ રાજસભામાં આવ્યો અન્ય કન્યાઓનાં માતાપિતા પણ પિતાના જમાઈને જોઈ ખુશી થયા,
રાજાએ ચારે કન્યાઓને વિવાહ આરો ને શુભ મુહૂર્ત રાજાએ ત્રણ કન્યાઓ સાથે પોતાની કુંવરી. પણ સિદ્ધદત્તને પરણાવી દીધી. પહેરામણીમાં રાજાએ પાંચસો ગામ આપ્યાં, - મંત્રી વગેરેએ પણ પિતા પોતાના વૈભવને અનુસાર કરમચન અવસરે પુષ્કળ ધન આપી જમાઈને સંતુષ્ટ કર્યો. રાજાએ આપેલા મહેલમાં સિદ્ધદત્ત ચારે પ્રિયાઓ સાથે અનુપમ સુખને ભેગવત કાલ વ્યતીત કરવા લાગે
એકદા તે નગરના ઉદ્યાનમાં ગુણશેખરસૂરિ પધાર્યા. રાજા વગેરે સર્વે તેમને વાંદવાને આવ્યા, ચાર પ્રિયાઓ સાથે સિદ્ધદત્ત પણ ગુરૂને વાંદવા આવ્યો તેમના ઉપકારને માટે ગુરૂએ ધર્મ દેશના આપી.
ગુરૂની દેશના સાંભળી પિતાને પૂર્વ ભવ જાણી વૈરાગ્ય પામેલા સિદ્ધદત્તે ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી, ચિરકાલ પર્યત ચારિત્રને પાળી સ્વર્ગે ગયો ને અનુક્રમે મેસે જશે.” મુનિની ત્રીજા વતની વ્યાખ્યા સાંભળીને હે કુમારે! મારી સ્ત્રીઓએ ત્રીજુ વ્રત ગ્રહણ કર્યું
તેમના આ વ્રતથી મેં પણ જાણ્યું કે હવે આ સ્ત્રીઓ મારાથી ગુપ્ત રીતે ધનને રાખી શકશે નહિ અથવા તો મને ઠગીને ધન ગ્રહણ કરશે નહિ. જેથી હવે મુનિને બે બે પ્રહાર કરીશ.” મુનિએ પિતાની દેશના આગલ ચલાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com