________________
એકવીશ ભવના સ્નેહુસ બધ
૩૧૩
રાત દિવસ ચિંતા કરતા રાજસેવક દિવસ વ્યતીત કરતા હતા આખરે સંકેતના દિવસ પણ આવી પહેાચા ત્યારે તેણે પાછા વિચાર કર્યાં. “શ્રીની ખાતર હું મારા નિર્મળ કુળને કલંકિત કરીશ નહિ, રાજા પાતાના સ્વામી હાવાથી સ્વામીહોહુ કરવા પણ મારે શું વ્યાજબી છે ?” ઇત્યાદિ વિચાર કરી રાત્રીને સમયે તે નગર બહાર ચાલ્યા ગયા અને સ ંકેતને સ્થળે ગયા નહિ,
દૈવયોગે રાજકુમારીએ જે સમયે પેલા રાજસેવકને ધ્રુવમદિરમાં આવવાના સંકેત કરેલા તે સમયે તે રાજ સેવકને બદલે સિદ્ધદત્ત એદેવમંદિરમાં દાખલ થઈ નિરાંતે સુઇ ગયા. વિવાહની સામગ્રી લઇને રાજકુમારી પાતાની સખીઓ સાથે રાત્રીના પહેલા પહેરે તે દેવકુલમાં આવી પહોંચી, ભરઉંઘમાં પડેલા તે પુરૂષને રાજસેવક ધારી પેાતાના કામલ હાથના સ્પર્શી કરી જાગ્રત કર્યા,ને પાતાના હાથે ક ણ પહેરી ગાંધવ વિધિથી તેની સાથે લગ્ન કરી લીધાં.
લગ્નકા થી પરવારીને રાજકુમારી એલી હે સ્વામી! વાહન તૈયાર કર્યું છે કે નહિ ? આપણે પ્રાત:કાળે તે ગુસ રીતે પલાયન કરી જવાનું છે નહી તેા રાજા જાણે તે શુ થાય ?” રાજકુમારીનાં વચન સાંભળી સિદ્ધદત્ત ભેટ્યા.
સવારની વાત સવારે, હવે મને નિરાંતે ઉંઘ લેવા દે” એમ કહી કંપનિદ્રાથી સિદ્ધદત્ત સુઇ ગયા. પણ રાજકુમારીનું મન શંકાશીલ થયું “અરે આ તે તે પુરૂષ કે નહિ.”
રાજકુમારીએ દીપક પ્રકટાવીને એ પુરૂષને જોયા તા, સુકુમાર અને મનેાહર અંગવાળા તેને જોઇ મનમાં ખુશી. ઈ. એ દરમિયાન તેના મસ્તક પાસે પડેલી પુસ્તિકા તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com