________________
૩૧૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
વિચારને અંતે તેમણે નિર્ણય કર્યો કે આપણે એકજ વરને વરી જવું. જેથી જુદાઈને સમય આવે જ નહિ વરને પસંદ કરવાનું કામ રાજકુમારીને સમર્પણ કર્યું. રાજકુમારી જે વરને વરે એ વરને બીજી ત્રણે સખીઓએ કબુલ રાખવો, એવો સંકેત કરી જુદાં પડ્યાં.
રાજસભામાં આવેલા કેઈ રાજસેવકના સદાચારથી રાજકુંવરીની નજર તેના ઉપર ઠરી. એક દિવસ તેને ખાનગીમાં રાજકુંવરીએ પોતાની પાસે બોલાવી પોતાના મનની વાત તેની આગળ કહી સંભળાવી, રાજકુંવરીની વાત સાંભળી શજસેવક ચિંતાતુર થયો. પણ વિચાર કરીને એણે રાજકુંવરીની વિનંતિને કબુલ રાખી નહિ
પિતાની વિનંતિ અફળ જવાથી રાજકુંવરીએ દમ ભીડાવ્યો. “લક્ષ્મી ચાંલ્લો કરવા આવે છે ત્યારે તું કપાળ ધવા જાય છે. પણ મારી માગણી તારે કબુલવી જ પડશે જે નહિ કરીશ તો મારા માણસો દ્વારા તેને મરાવી નાખીશ તે યાદ રાખજે.”
રાજકુંવરીના દમ દેવાથી ભય પામેલો એ રાજસેવક રાજકુંવરીની વાણીને આધિન થયે રાજસેવકે પિતાની વાત કબુલ કરવાથી કુંવરીએ અમુક દિવસને સંકેત કર્યો ને કહ્યું કે તે દિવસે દરવાજા નજીક પેલા દેવમંદિરમાં તારે રાત્રીને સમયે આવવું, હું પણ વિવાહની સામગ્રી લઇને ત્યાં આવી હાજર થઈશ.” સંકેત કરીને તે રાજસેવકને કુંવરીએ વિદાય કર્યો.
રાજસેવક પોતાના સ્થાને જઇને પણ વિચાર કરવા લાગ્યો, “અરે ! આ રાક્ષસીના પંજામાં ફસાયા નથી ત્યાં લગી જ મને સુખ છે, સ્ત્રીઓ તો પિશાચીની માફક છળ કરી છેતરનારી છે, બળવાનને પણ ઘડીના છઠ્ઠા ભાગમાં તોડી નાખે છે તો મારું તે શું ગજુ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com