________________
--
એકવીશ ભવના સ્નેહસંબંધ
૩૦૭ :
વ્રતના મહિમાથી સિદ્ધ થાય છે, પરલોકમાં અનગળ દ્રવ્યના ભક્તા થઈ તેને પુષ્કળ લાભ મળે છે. ચોરીના પિનિયમ ઉપર સિદ્ધદત્ત અને કપિલનું દષ્ટાંત બોધદાયક છે તે સાંભળવાથી તમને લાભ થશે.
શ્રાવિકાઓના પૂછવાથી મુનિએ તે સિદ્ધદત્તનું આખ્યાન કહેવા માંડ્યું. આ વિજયમાં વિશાળ નામની નગરીને વિષે માતદત્ત અને વસુદત્ત નામના બન્ને વણીક મિત્રે અલ્પરૂદ્ધિવાળા ને સામાન્ય આજીવિકા ચલાવતા રહેતા હતા. માતૃદ ત્રીજું અણુવ્રત ગ્રહણ કરેલું હોવાથી ન્યાયથી વ્યાપાર કરી દ્રવ્ય મેળવતે અને કોઇને ઠગવાની વૃત્તિ રાખતો નહિ, . વસુદત્ત બેટા તલ, માપ વગેરે રાખી એાછું આપીને વધારે પડાવી લેવાની કુટનીતિને ધારણ કરતે વ્યાપારમાં ખુબ પ્રપંચ સેવતો હતો. એ પાપ વ્યાપાર કરવા છતાં પણ વસુદત્તનું ધન તે વૃદ્ધિ પામ્યું નહિ પણ પાપ તો વદયું હતું, એની એ બિચારાને શી ખબર હોય?
અન્યદા તે બન્ને મિત્ર થોડાંક કરીયાણાં લઈને વ્યા'પાર કરવા માટે પુંડ્રપુર નગરમાં ગયા. ત્યાં વસુતેજ રાજા રાજ્ય કરતો હતો, તેના ભંડાર માટે એક ભંડારીની , જરૂર હતી, પણ તેને વિશ્વાસપાત્ર ભંડારી ન મલવાથી
સારા ભંડારીની પરીક્ષા માટે માર્ગમાં એક રત્નજડીત કુંડળ સુભટ પાસે મુકાવ્યું કે આજુબાજુ સુભટે છુપાવી દીધા રાજાના ભયથી નગરના લેકેએ તો એ કુંડળને ગ્રહણ કર્યું નહિ કેમકે જાણી જોઈને કણ મૂર્ખ હોય કે આફતને નોતરે?
માર્ગમાં આવતા પેલા બન્ને મિત્રેાએ એ કુંડલ જેવાથી વસુદતની દાઢે વળગી. “વાહ! શું મજાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com