________________
૩૦૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
મેલીને તે હવે મને છેતરી શકશે નહિ, માટે આ મુનિને મારે જે દરેક અગમાં ચાર ચાર પ્રહાર કરવાના હતા તેમાંથી એક એક પ્રહાર આછા કરી હવે હું તેમને પ્રત્યેક અંગે ત્રણ ત્રણ પ્રહાર કરીશ. બે બે પ્રહારના મે' ત્યાગ કર્યા. આ પ્રમાણે વિચાર કરતા અને પ્રચ્છન્નપણે ઉભેલા હું હવે સુરસુંદર મુનિ આગળ શું ખેલે છે અને સ્રીઓ ઉપર તેની શું અસર થાય છે તેની પ્રતીક્ષા કરતા–વાઢ જોતા ઉભા રહ્યો.
૫
ત્રીજું સ્થૂલઅદત્તાદાનવિરમણવ્રત,
હું શ્રાવિકાઓ ! અદત્તાદાન સબંધી વ્યાખ્યા સાંભળેા. ડાહ્યા પુરૂષ! કયારે પણ કાઇનું હરામનું દ્રવ્ય ગ્રહણ કરતા નથી. ભગવાને ચૌકમને પાપનું મૂળકહેલુ છે, કાઇ જીવને પ્રહાર કર્યાં હાય તેની વેદના કરતાં તેના સર્વસ્વ હરણની વેદના તેને અધિક દુ:ખી કરે છે, માટે ખાસ કાળજી રાખીને પણ બીજાના દ્રવ્યનું હરણ કરતાં અટકવું.
આ લેાકમાં પણ એ પાપનાં ફૂલ વધ, અધન કે કારાગ્રહમાં પૂરાઇને ભાગવવાં પડે છે. હાથ પગના છેઃ થાય છે. કવચિત એ પાપનાં ફળ શૂળી ઉપર ચઢીને પણ ભોગવવાં પડે છે. પરભવમાં દાસપણું, દારિઘ તેમજ તિય ચગતિમાં જઇને પણ ભોગવવા પડે છે.. પરદ્રવ્યના હરનારા નારકીમાં પણ ઉત્પન્ન થઇને ત્યાં વિવિધ પ્રકારની યાતનાઓ સહન કરે છે.
પરદ્રવ્યના ત્યાગ કરનારાનુ ધન આલેાકમાં પણ વૃદ્ધિ પામે છે. તેમનાં ગમે તેવાં વિષમકા
પણ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com