________________
એકવીશ ભવન નેહસંબંધ
૩૦૫
“ભગવાન ! મારે ભાઈ નિષ્કારણ મારી ઉપર દ્વેષ કરતો હતો તેનું કારણ શું? તે મરણ પામીને કયાં ગયો? તે આપ કહે.
ધન્યના જવાબમાં કેવલીભગવાન બોલ્યા, “તું નામ થકી જે ધન્ય છે તે અર્થથી પણ છે. સત્યવાદી અને જનમાન્ય તારામાં ને એનામાં બહુ ફેર છે. પરભવના વેરથી આ ભવમાં ધરણ તારે ભાઈ હોવા છતાં શ્રેષી થયો હતો, તે મરીને માતંગની પુત્રી થયો છે. યૌવનવયમાં એને ચંડાલ સાથે પરણાવી, તે સર્પ દંશથી મૃત્યુ પામીને હાલમાં તે બેબીની પુત્રીપણે ઉત્પન્ન થયો છે. દુધ, દુઃસ્વર, મુંગી, બહેરી, કુરૂપવાળી એવા અનેક
થી ભરેલી અત્યારે છે. સંસારના સ્વરૂપથી ભય પામેલો ધન્ય મસ્તક ધુણાવવા લાગ્યો.
કેવલી ભગવાનની વાણી સાંભળી વૈરાગ્ય પામેલા ધન્ય પિતાના પદ ઉપર પુત્રને સ્થાપન કરી દીક્ષા ગ્રહણ કરી દેવલેકે ગયે. પરંપરાએ ધન્ય પિતાના સત્યપણાથી મોક્ષની લક્ષ્મીને વશે.
પેલો ધરણ પિતાની દુર્બુદ્ધિથી અનેક જુઠ અને કુકર્મને કરતા ભવાટવીમાં ઘણે કાલ ભમશે. માટે હે ધર્મશીલાઓ ! સત્ય અને અસત્યના ગુણ દોષ જાણીને અસત્યને ત્યાગ કરી સત્યને ગ્રહણ કરે. મુનિ બીજા વ્રતનું વિવેચન કરી દષ્ટાંતથી તે સ્ત્રીઓને પ્રતિબોધ કરીને વિરમ્યા. એ મુનિની દેશના સાંભળીને સ્ત્રીઓ ઘણી ખુશી થઈ છતી ગુરૂ પાસે બીજુ અણુવ્રત અંગીકાર કર્યું.
તેમની આ પ્રમાણેની રૂડી ભાવનાથી હે કુમાર! મેં વિચાર કર્યો કે “મુનિએ આતો સારું કર્યું. તેઓ હવે મારાથી કંઈ પણ્ છુપાવી શકશે નહિ. કંઇ પણ જુઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com