________________
૨૯૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સત્ય બેલનાર પ્રાણી કેઈને પણ ઠગ નથી. ધન્યની માફક સરળ સ્વભાવી થઈને સર્વને વિશ્વાસ મેળવે છે, ત્યારે ધરણની માફક અલીકભાષી પોતાને અને ૫રને ઠગી મનુષ્યભવ હારી જાય છે.
એ ધન્ય અને ધરણ કેણ હતા ? અને તેઓએ શું કર્યું? તે જરા સ્પષ્ટતાથી કહે.” એમ સીઓના પૂછવાથી મુનિ બેલ્યા
આ વિજયના સુનંદન નામે નગરમાં સુદત્ત શ્રેષ્ઠિના. ધન્ય અને ધરણ નામે બે પુત્રો હતા. ધન્ય સજજન સૌમ્ય પ્રકૃતિવાન, સત્યવાદા અને પ્રિયંવદ હતો ત્યારે ઘરણ એથી. વિપરીત હતે. ભિન્ન ભિન્ન સ્વભાવવાળા હોવા છતાં એ બજેમાં ગાઢ સ્નેહ હતો, - એકદા ધરણે વિચાર કર્યો. “આ ધન્યની ઈજજત, આબરૂ સારી હોવાથી મારે કઈ ભાવ પૂછતું નથી ને. એ જીવે છે ત્યાં લગી મારે ભાવ કઈ પૂછવાનું નથી તે એને ઉપાય કરે તે ખોટું શું ? એમ વિચારતા ધરણે માયા વડે કરીને મીઠું મીઠું બેલતાં એકાંતમાં ધન્યને કહ્યું,
“હે ભાઇ! તું મને પ્રાણથી પણ અધિક પ્રિય છે તે મારે એક મરથ તું પૂર્ણ કર, કે આપણે પરદેશ જઈને પિતાની શક્તિથી ધન ઉપાર્જન કરીએ, કેમકે ધન વગર લેકમાં માન મળતું નથી. તેમાં પણ કહ્યું છે કે દરિદ્રી, વ્યાધિવાળ, મૂર્ખ, પ્રવાસી અને પરાધીન આજીવિકાવાળો એ પાંચ જગતમાં જીવતા છતાં મરેલા છે.
વાઘ અને હાથીઓથી ભરપુર વનમાં રહેવું સારૂ, વૃક્ષનાં પાંદડાં કે ફલ, કુલ ખાઈને રહેવું સારૂ, તૃણના સંથારા પર શયન કરવું સારૂ, તેમજ વનમાં રહીને ઝાડની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com