________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૭. દયારૂપી વ્રતના આરાધવાથી મેં વિચાર કર્યો. “આ મુનિએ સારું કર્યું, કારણ કે આ સ્ત્રીઓ કદાચ કોપાયમાન થઈ જશે તે પણ હવે મારું અનિષ્ટ કરી શકશે નહિ. જેથી આ મુનિને મારે દરેક અંગમાં પાંચ પાંચ પ્રહાર કરવા હતા તેમાંથી એક છોકરી હવે ચારચાર પ્રહાર કરીશ.”
મૃષાવાદ વિરમણવ્રત. એ મુનિએ ત્યારપછી આગળ ચલાવ્યું, “હે શ્રાવિકાઓ ! ત્રણ વર્ગને સુખકારી તેમજ સ્વર્ગ અને મોક્ષને આપનારી સત્યભાષા તમારે બોલવી, કારણ કે સત્યવાદી સર્વને પ્રિય તેમજ વિશ્વાસપાત્ર હોય છે. દેવતા અને દાનવો પણ એની આજ્ઞા પ્રમાણે વર્તે છે, તે માનવીની તે વાતજ શી?
સત્યવાદીને જલ, અગ્નિ આદિ તેમજ બીજી દિવ્ય વસ્તુઓ પણ અનિષ્ટ કરતી નથી. લેકે પણ તેના નિર્મલ યશને ચારે બાજુએ વિસ્તાર કરે છે.
જેવી રીતે સત્ય વચન અનેક લાભને કરનારૂં છે તેવી રીતે અસત્ય વચન નિંદનીય છે. જુઠ બોલનારાને માતા, પિતા, ભાઈ કે મિત્રે કે વિશ્વાસ કરતા નથી. અલીક વચન બેલનારા છ મુખના રોગવાળા, અનાદેય કર્મવાળા મુંગા, દુઃસ્વરવાળા થાય છે. અસત્યબલનારાઓને જીહુવા છેદાદિ દુ:ખ પણ સહન કરવાં પડે છે, વધારે શું કહીએ અમૃતભાષી જનખલ પુરૂષો સર્પ સમાન કહ્યા છે, માટે હે વિવેકશાલિની! તમારે ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી પણ કદાપિ જુઠું બોલવું નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com