________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
શ્રી સુરસુંદરસૂરીશ્વર, - એક દિવસે રાજસભામાં બેઠેલા રાજાને વનપાલકે આવીને નમસ્કાર કરી રાજની બિરદાવલી બોલતાં વિનંતિ કરી. મહારાજ ! આપને જય થાઓ ! વિજય થાએ! પુષ્પશાલ વનમાં મૂર્તિમાન ધર્મ હોય એવા મુનિ સમુદાયથી પરવારેલા શ્રી સુરસુંદર ગુરૂમહારાજ પધારેલા છે. વનપાલકની વાણું સાંભળીને રોમાંચ અનુભવતા રાજાએ ખુબ દાન આપી વનપાલકનું દારિરૂપી વૃક્ષ છેદી નાખ્યું, - સૂરીશ્વરને વાંદવાને ઉત્સુક થયેલે રાજા પુત્ર કલવ અને સ્ત્રી આદિકના પરિવાર સાથે મોટા આડંબર પૂર્વક વાંદવાને ચાલે. ગુરૂની પાસે આવી નમીને તેમની સ્તુતિ કરતો તે ધર્મ સાંભળવાને તેમની આગળ બેઠો. સુરીશ્વર પણ આ યોગ્ય જાણુને ધર્મદેશના દેવા લાગ્યા,
હે ભવ્ય! જન્મ, જરા, મૃત્યુ, રેગ, શેક અને ભયથી આકુળ વ્યાકુળ એવી દુર્ગતિને વિષે પાપના ફળરૂ૫ અનંતકાલ પર્યંત મહદુ:ખ ભોગવ્યાં છતાં હજી પણ સંસાર તરફ ઉદાસીનતા થતી નથી, ને ધર્મને વિષે નિર ઘમી થઈને સંસારમાં રાચી માચી રહ્યા છે. પણ હવે પ્રમાદને ત્યાગ કરી યત્નથી ધર્મનું આરાધન કરે. કારણકે' આ જગતમાં તો પ્રાણુઓને પ્રમાદ સમાન કેઈ શત્રુ નથી ત્યારે ધર્મ સમાન કેઈ મિત્ર નથી. . मजं विषयकसाया, निद्दा, विगहा य पंचमी भणिया।
एए पंच पमाया, जीवं पाडंति संसारे ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com