________________
-
૨૮૦.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હતો. નવીન યૌવનરૂપી અભ્યદયવાળા છતાં વિષય વિકારને આધિન ન બનતાં દેવ, ગુરૂ અને માતાપિતાની ભક્તિ કરનારે થયે
પટરાણુ મહાદેવી પ્રિયંગુમંજરીને વિશાળ નામે બાંધવ સિંહસેન રાજાને સામંત હતો. તેને જયા નામે પત્ની હતી. મહાદેવી રત્નાવલીનો જીવ નવમા સ્વર્ગ માંથી વી જયાદેવીની કુક્ષિએ ઉન્ન થયો. સ્વમામાં પુષ્પમાળા જેવાથી અનુક્રમે જન્મ થયા પછી સગાંસંબંધીની અનુમતિથી પુત્રીનું નામ રાખ્યું પુષ્પસુંદરી,
અનુક્રમે વયમાં વૃદ્ધિ પામતી પુષ્પસુંદરી ભણી ગણી અનેક નવીન કલાઓને અભ્યાસ કરતી યૌવનને આંગણે આવી, એ મનહર અંગે પાંગવાળી ને સુંદર રૂપ રાશિએ શેભતી બાળા નવીન યૌવનવયમાં અધિક સૌંદર્ય તેજે શોભવા લાગી
બાળાના વદનની સૌમ્યતા અને સૌંદર્યતાથી શરમાઇને ચંદ્ર આકાશમંડલમાં ચાલ્યો ગયો. એ વિશાળ કાંતિવાળાં અને તેજયુક્ત લોચનને જોઈ લજજીત થઈને mળ જલમાં સંતાઈ ગયું, બાળાના શરીરના મનેહર અવયવ એને ઘાટીલ અને સુશોભિત વર્ણ સુવર્ણની કાંતિને પણ ઝાંખી પાડી દેતા હતાનાગની ફણિ સમાન એના અદ્દભૂત શ્યામસ્વરૂપ કેશકલાપે ભ્રમરની પંક્તિની શ્યામતાને પણ જીતી લીધી હતી. - હાથિણીના બચ્ચાના કુંભસ્થળ સમાન બાળાના સ્તન યુગલ એ નાજુક તનુના સૌંદર્યમાં અસાધારણ વધારે કરી રહ્યા હતા. નિતંબ કટી પ્રદેશ ભારે અને શેભાયમાન હતો એવી એ બાળાના સૌંદર્યનાં અધિક તે શું વર્ણન કરીએ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com