________________
૨૫૯
એક્વીશ ભવન નેહસંબંધ નામે રાજા હતા, એ નરપતિને પ્રિયંગુમંજરી નામે પરાણું હતી. સુખ, સૌભાગ્ય અને ઋદ્ધિ સિદ્ધિઓ કરીને સંસારમાં અપૂર્વ સુખને ભેગવતાં આ યુગલને કયા સુખની ન્યૂનતા હતી ? - નવમા દેવલોકમાં દેવતાનાં ઓગણીસ સાગરેપમ સુધી અપૂર્વ સુખ ભેગાવીને થાકતે પુયે દેવરથ રાજાને જીવ ત્યાંથી આયુ ક્ષયે એવી પ્રિયંગુમંજરીના ઉદરમાં ઉત્પન્ન થયે, સ્વમામાં સંપૂર્ણ ચંદ્રને જોઈ જાગ્રત થયેલી રાણું નૃપ સમીપે જઇને સ્વમને કહેવા લાગી. પટ્ટરાણીનું સ્વમ સાંભળી રાજા બોલ્યા, “દેવી! તમારે ચંદ્રની તુલ્ય સૌમ્ય પ્રકૃતિવાળે પુત્ર થશે.”
ગર્ભનું સારી રીતે પાલન કરતી રાણીને ઉત્તમ ગર્ભના પ્રભાવથી સારા સારા દેહદ થયા તે સર્વે રાજાએ પૂર્ણ કર્યા. અનુક્રમે શુભગ્રહના યોગે રણુએ પુત્રને જન્મ આપે, રાજાએ પુત્ર જન્મને મહોત્સવ કરી બારમે દિવસે સ્વપને અનુસારે પુત્રનું નામ રાખ્યું પૂર્ણચંદ્ર
પંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતો પૂર્ણચંદ્ર યોગ્ય વયને થતાં કળા અને કાવ્યને અભ્યાસ કરતાં શાસન પારંગામી થયે. નવીન યૌવનરૂપી ભાગ્યોદયવાળે થયે તે નવીન કળા શીખવાના વ્યસનવાળો હતો પણ જુગારનું વ્યસન એને વળગ્યું નહતુ, નવીન કાવ્ય બનાવી એમાંજ રમ્યા કરતે હતો પણ પરસ્ત્રીની વાર્તા કરવામાં લજજા ધારણ કરનારો પૂર્ણચંદ્ર સજ્જનને મધુર વચનવડે સંતોષ આપી ખલપુરૂષોને શિક્ષા કરનારે થયો, - મૃગયા, મઘ અને માંસ વિગેરે સાત વ્યસનથી રહિત સૂર્યની સમાન મોટા પ્રતાપવાળો અને રાજનીતિને જાણ પૂર્ણચંદ્ર તત્વના ચિંતવનમાં પિતાને સમય વ્યતીત કરતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com