________________
૨૬૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “આજે તમે એ દુમ હાથીને વશ કરવાથી વિમાનમાં રહેલી એ બાળાએ તમારા કંઠમાં પુષ્પમાળ નાખી ને આ વસ્ત્રાભરણ પણ તેણીએજ મોકલાવ્યું છે. તમને જોતાંજ એ બાળા તમારા પર પ્રીતિવાળી થયેલી છે.” વિદ્યાધરીએ રત્નશિખને વાત કહી સંભળાવી.
તે વાત દરમિયાન કેટલાક ઘડેસ્વારે ત્યાં આવી પહોંચ્યા. રત્નશિખ પાસે આવી એક ઘડેસ્વારે નમન કરી પૂછયું, “મદેન્મત્ત ગજરાજ પર આરૂઢ થયેલ પુરૂષ કયાં ગયે તે તમે પ્રસન્ન થઈને કહો, તેના શરીરને કુશલ તો છે ને ?
એ પુરૂષને પ્રશ્ન સાંભળી વિદ્યાધરી બોલી. “શું ગજેન્દ્રના ચારને તમે પકડવા આવ્યા છે. વારં?”
“ના, ના, એમ નહિ. અમારા સ્વામી તેમના પરાકમથી ખુશી થયા છતા તેમનું દર્શન ચાહે છે.” પેલો પુરૂષ બે ..
“આ પરાક્રમીએ જ આ મદન્મત્ત હસ્તીને વશ કર્યો છે. એમના સિવાય બીજાનું આવું પરાક્રમ કયાંથી હેય? તમારા સ્વામીને એ સમાચાર કહે કે જેથી તેઓ અહીં આવીને ભલે જુએ.” વિદ્યાધરી બેલી.
વિદ્યાધરીની વાત સાંભળીને ઘોડેસ્વારોએ પોતાના નગરમાં જઇને પોતાના રાજાને એ સમાચાર કહ્યા, રાજા વસુતેજસ ખુશી થતો એ પુરૂષને પિતાના નગરમાં લઈ જવાને તે સરોવરને કાંઠે આવ્યો.
વિદ્યાધરીઓના ચાલ્યા જવાથી સરેવરને કાંઠે રહેલા એકાકી રત્નશિખને તે માનપૂર્વક પિતાના નગરમાં તેડી લાવ્યો, રાજસભામાં યોગ્ય આસને બેસાડી વસુતેજસ રાજા બોલ્યો “હે વીર! મારે આઠ કન્યાઓ છે તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com